Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજના અરીહંતનગરમાંથી રૂ.82 હજારથી વધુનો દારૂ ઝડપાયો:LCBએ એક શખ્સને પકડ્યો, અન્ય એકની શોધખોળ ચાલુ

    8 hours ago

    પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) ભુજના અરીહંતનગર વિસ્તારમાંથી 82,609 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડ્યો છે. આ કામગીરીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એકની શોધખોળ ચાલુ છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, LCBની ટીમ પશ્ચિમ કચ્છ વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર હેરફેર અને વેચાણ પર નજર રાખી પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ભુજના અરીહંતનગર વિસ્તારમાં ગરબી ચોક પાસે ફોરેસ્ટની દીવાલ નજીક એક વ્યક્તિ વિદેશી દારૂ વેચી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરી. તપાસ દરમિયાન પોલીસે બ્લુ ટી-શર્ટ પહેરેલા મહાવીરસિંહ રવિન્દ્રસિંહ ઝાલાને પકડ્યો હતો. તે ભુજના અરીહંતનગર, શિવ મંદિર પાછળ રહે છે. તેની પાસેથી 5,650 રૂપિયાની ભારતીય બનાવટના વિદેશી દારૂની 10 બોટલ અને 66,834 રૂપિયાના 474 ક્વાર્ટરિયા મળ્યા હતા. આ સિવાય 5,125 રૂપિયાના 41 બીયરના ટીન અને 5,000 રૂપિયાનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે દારૂ અને અન્ય સામાન સહિત કુલ 82,609 રૂપિયાનો માલ જપ્ત કર્યો છે. પોલીસે મહાવીરસિંહ ઝાલાની ધરપકડ કરી છે, જ્યારે અરીહંતનગરમાં રહેતા શક્તિસિંહ રવિન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે પ્રયાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે UNમાં ફરી કહ્યું- ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અટકાવ્યું:પાકિસ્તાની PMને 'ફેન્ટાસ્ટિક મેન' કહ્યા; જોર્ડન કિંગ બોલ્યા- યુદ્ધની અસર મુંબઈથી મિનેસોટા સુધી
    Next Article
    બુધવારનું રાશિફળ:સિંહ રાશિના કૌટુંબિક વિવાદો ઉકેલાશે, કુંભ રાશિને ચારે બાજુથી સફળતા મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment