Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક જામમાંથી મુક્તિ:કાસેઝથી આદિપુર સુધીનો પેરિફેરી રિંગ રોડ ~ 8.18 કરોડના ખર્ચે 4-લેન બનશે

    11 hours ago

    કંડલા પોર્ટ અને KASEZ તરફથી આવતા-જતા ભારે માલવાહક વાહનોના કાયમી નિકાલ માટે દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) ના સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા નેશનલ હાઈવે 8A (NH8A) પર આવેલા પેરિફેરી રિંગ રોડને 2-લેનમાંથી 4-લેન માં રૂપાંતરિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે રૂ. આશરે રૂ. 8.18 કરોડનો અંદાજિત ખર્ચ નક્કી કરીને સત્તાવાર ઈ-ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. કંડલા બંદર પરથી ઉપડતા હજારો માલવાહક કન્ટેનરો અને KASEZ નો ઔદ્યોગિક હેવી ટ્રાફિક હાલ 2-લેન રસ્તા પરથી પસાર થતો હોવાથી ગાંધીધામ-આદિપુર વચ્ચે અવારનવાર ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય રહેતો હતો. આ પેરિફેરી રોડ 4-લેન બની જતાં પોર્ટ અને ઉદ્યોગોનો ભારે વાહનવ્યવહાર શહેરી વિસ્તારમાં પ્રવેસ્યા વિના સરળતાથી બાયપાસ થઈ શકશે. આ પ્રોજેક્ટ 11 મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પ્રોજેક્ટની કિંમત, સમયમર્યાદા, ટેન્ડરના નિયમો પ્રોજેક્ટનું નામ અને સ્થળ: KASEZ થી આદિપુર સુધી NH8A વાળા પેરિફેરી રિંગ રોડનું 2-લેનમાંથી 4-લેનમાં અપગ્રેડેશન. પ્રોજેક્ટ ખર્ચ અને અનામત રકમ (EMD): પ્રોજેક્ટની અંદાજિત કિંમત રૂ. 8,18,61,189.00, અનામત રકમ (EMD) રૂ. 16,37,224.00 અને ટેન્ડર ફી રૂ. 5,900.00 (GST સાથે) રાખવામાં આવી છે. સમયરેખા અને ગેરંટી: કોન્ટ્રાક્ટરે કામગીરી શરૂ કર્યાના 11 મહિનામાં રોડ પૂર્ણ કરવાનો રહેશે અને કામગીરી પૂર્ણ થયા બાદ 12 મહિનાનો ડિફેક્ટ લાયબિલિટી (મેન્ટેનન્સ) પિરિયડ રહેશે. કડક ગુણવત્તા, થર્ડ પાર્ટી ચેકિંગ અને ખાસ શરતો દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા રોડની મજબૂતી અને કામગીરીની પારદર્શિતા માટે વિશેષ શરતો ઉમેરવામાં આવી છે: 1. મટિરિયલનો મોટો જથ્થો : કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે 629.13 મેટ્રિક ટન ડામર (VG-30 Grade), 99.46 મેટ્રિક ટન સિમેન્ટ અને 14.28 મેટ્રિક ટન Fe-500D TMT સ્ટીલ પૂરૂં પાડવાનું રહેશે. 2. હોટ મિક્સ પ્લાન્ટની મર્યાદા: ડામર કામ માટેનો ડ્રમ મિક્સ પ્લાન્ટ સાઇટથી 30 કીમીથી વધુ દૂર ન હોવો જોઈએ જેથી ડામરનું તાપમાન જળવાય. 3. અધિકારીઓ માટે કાર અને ગેરહાજરી દંડ: DPA ના એન્જિનિયરોના સાઇટ ઇન્સ્પેક્શન માટે 1 નવી AC Swift Dzire (અથવા સમકક્ષ) ગાડી ડ્રાઇવર અને ફ્યુઅલ સાથે પૂરી પાડવાની રહેશે. સાઇટ પર 1 સિવિલ એન્જિનિયર/ સુપરવાઇઝર તૈનાત રાખવો ફરજિયાત છે, ગેરહાજરી બદલ રૂ. 1,000/દિવસ દંડ થશે. 4. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને CVC મોનિટરિંગ: રોડની ગુણવત્તા ચકાસવા DPA દ્વારા સ્વતંત્ર થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી રોકવામાં આવશે. ભ્રષ્ટાચાર અટકાવવા સ્વતંત્ર બાહ્ય મોનિટરની દેખરેખ હેઠળ ઇન્ટિગ્રિટી પેક્ટ લાગુ કરાયો છે. 5. વૃક્ષારોપણ: રસ્તા પર ઓછામાં ઓછા 100 વૃક્ષો (મેટલ પ્રોટેક્શન ગાર્ડ સાથે) વાવીને મેન્ટેનન્સ સમયગાળા સુધી તેનું જતન કરવું પડશે. 6. ટ્રાફિક સેફ્ટી અને સુવિધાઓ: રાત્રિના વાહનવ્યવહાર માટે 380 ચો. મી.થર્મોપ્લાસ્ટિક રિફ્લેક્ટિવ માર્કિંગ, 125 ગ્લો સ્ટડ્સ અને 20 સાઇનેજ બોર્ડ મૂકાશે. આ ઉપરાંત 374 બાઉન્ડ્રી સ્ટોન, 1,080 ઘન મીટર RCC કર્બ સ્ટોન, 1,800 ચોરસ મીટર ઇન્ટરલોકિંગ પેવર બ્લોક્સ અને 60 મીટર RCC પાઇપ ડ્રેનેજ નાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    LA Knight Admits WWE Fans Are Losing Hope Ahead of Roman Reigns Title Showdown
    Next Article
    થોરિયાળી ગામે આજે પેટાચૂંટણી:ભાજપ કોંગ્રેસ અને અપક્ષના 3 ઉમેદવાર વચ્ચે જંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment