Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ક્રીડા ભારતી દ્વારા સાયકલ રેલી યોજાઈ:81 સહભાગીઓ જોડાયા, 7 દિવસીય સમર કેમ્પનું સમાપન કરાયું

    6 days ago

    ક્રીડા ભારતી દ્વારા પાટણમાં "સન્ડે ઓન સાયકલ" રેલી અને 7 દિવસીય "અભ્યંત સમર કેમ્પ"નું સમાપન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ 07 જૂન, 2026 ના રોજ સવારે 06:00 વાગ્યે યોજાયો હતો. સાયકલ રેલી બગવાડા દરવાજાથી શરૂ થઈને પાટણ જિલ્લા રમતગમત સંકુલ સુધી પહોંચી હતી. રમતગમત અને શારીરિક ફિટનેસના પ્રચાર માટે આયોજિત આ રેલીમાં વિવિધ વયજૂથના કુલ 81 ઉત્સાહીઓએ ભાગ લીધો હતો, જેમાં 65 ભાઈઓ અને 16 બહેનોનો સમાવેશ થતો હતો. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને સહભાગીઓ માટે લીંબુ સરબત તથા અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના દ્વિતીય ચરણમાં છેલ્લા 7 દિવસથી ચાલી રહેલા "અભ્યંત સમર કેમ્પ"નું સત્તાવાર સમાપન કરવામાં આવ્યું. આ પ્રસંગે કેમ્પમાં નિયમિત હાજરી આપી વિવિધ પ્રવૃત્તિઓ શીખનાર બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહનરૂપે ચંદ્રક (મેડલ) અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ક્રીડા ભારતી પાટણ જિલ્લા અધ્યક્ષ ડૉ. નીપુલભાઈ સાલવી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા સંઘચાલક ડૉ. નીખિલભાઈ ખમાર, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરભાઈ પોરિયા તેમજ પાટણ APMC ચેરમેન સ્નેહલભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો અંત ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નાદ સાથે થયો હતો.
    Click here to Read More
    Previous Article
    મણિપુરના ઉખરુલમાં આસામ રાઇફલ્સનો વિરોધ, બંકર તોડ્યું:મહિલાઓએ જવાનો અને તેમની ગાડીઓ પર પેટ્રોલ છાંટ્યું; અથડામણમાં 22 ઘાયલ
    Next Article
    Iran Fires Missiles Into Israel In A First Since Ceasefire, Tel Aviv Retaliates

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment