Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    81 વર્ષીય વૃદ્ધને 5 વર્ષની કેદ:પાંચ વર્ષની બાળકીને શારીરિક અડપલાં કર્યા હતા, બંને પક્ષની દલીલો બાદ કોર્ટે સજા ફટકારી

    1 day ago

    શહેરના માધવપુરા વિસ્તારમાં વર્ષ 2024માં ચોકલેટ લેવા દુકાને ગયેલી પાંચ વર્ષની બાળકીને શારિરિક અડપલા કરનાર 81 વર્ષિય વૃદ્ધને અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી વિશેષ પોક્સો કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે. આરોપીએ બાળકીને દુકાનમાં બોલાવી અડપલાં કર્યા શહેરના માધવપુરા વિસ્તારમાં 81 વર્ષિય તફઝુલ હુસેન કુરેશી દુકાન ધરાવી વેપાર કરતા હતા. 19 ઓક્ટોબર, 2024ના રોજ તેમના જ વિસ્તારમાં રહેતી 5 વર્ષિય બાળકી ચોકલેટ લેવા ગઇ હતી. ત્યારે તફઝુલે બાળકીને દુકાનમાં બોલાવી અડપલાં કર્યા હતા. આ મામલે પરિવારને જાણ થતા માધવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. કોર્ટે આરોપીને પાંચ વર્ષ કેદની સજા ફટકારી આરોપી સામે 10 સાહેદ અને 11 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યો હતો. સરકારી વકીલે જણાવ્યું હતું કે આવા કિસ્સા વધી રહ્યાં છે, ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી સખત સજા કરવી જોઇએ. બીજી તરફ આરોપી તરફે ઉંમરને ધ્યાને રાખી ઓછી સજા કરવા રજૂઆત કરવામાં આવી હતી. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપી તફઝુલને પાંચ વર્ષ કેદની સજા કરી જેલના હવાલે મોકલી આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ડૂબી જતાં એકનું મોત:145 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાંસદામાં 5 ઇંચ; માંગરોળ-જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું
    Next Article
    કલેક્ટર કચેરીમાં સમીક્ષા બેઠક:CM ભૂપેન્દ્ર પટેલની સંભવિત સુરેન્દ્રનગર મુલાકાત લઈ સુરક્ષા-ટ્રાફિક પર માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment