Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિના પાવન પર્વે અમિત શાહે માણસામાં કુળદેવીના આશીર્વાદ લીધા:રૂપાલમાં શિવજીની 81 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ, અમદાવાદમાં પ્રેરણાતીર્થ દેરાસરમાં સૂરીશ્વરજી મહારાજનાં આશીર્વાદ લીધા

    2 days ago

    કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે ગાંધીનગર જિલ્લાના રૂપાલ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વરદાયિની માતા મંદિર ખાતે દર્શન-પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે અમિત શાહના હસ્તે મંદિર પરિસરમાં ભગવાન શિવની ભવ્ય 81 ફૂટ ઊંચી પ્રતિમાનો વિધિવત શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંજના સમયે કેન્દ્રીય મંત્રી અમિત શાહે શારદીય નવરાત્રિના છઠ્ઠા નોરતે પોતાના વતન માણસા ખાતે સ્થિત કુળદેવી બહુચરાજી માતાજીના મંદિરે પહોંચી સપરિવાર શીશ ઝુકાવ્યું હતું. તેમણે માતાજીની સંધ્યા આરતી અને દર્શનનો લાભ લઈ સમગ્ર ગુજરાત તેમજ દેશના તમામ નાગરિકોની સુખાકારી, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે મંગલ પ્રાર્થના કરી હતી. અમદાવાદમાં નરરત્ન સૂરીશ્વરજી મહારાજનાં આશીર્વાદ મેળવ્યા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પ્રેરણા તીર્થ દેરાસરમાં ગચ્છાધિપતિ પ.પૂ. નરરત્ન સૂરીશ્વરજી મહારાજનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ અમિતભાઈ શાહે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વિશ્વનંદીકર જૈન સંઘ ખાતે ગચ્છાધિપતિ પ.પૂ. ઉદયરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે તેમણે જૈન ધર્મના આધ્યાત્મિક મૂલ્યો અને સંત પરંપરા પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. ગાંધીનગરના મેયર નક્કી કરવાને લઈ પણ ચર્ચાઓ શરૂ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રીનો આ પ્રવાસ રાજકીય દ્રષ્ટિએ પણ ભારે મહત્વનો માનવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકામાં મેયર પદનો કળશ કોના શિર પર ઢોળાશે તે અંગે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે અમિત શાહની આ મુલાકાત પર સૌની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરના શિવાલિક બંગ્લોઝમાં 1008 દીવડાની મહાઆરતી યોજાઈ:પાલનપુરના શિવાલિક બંગ્લોઝમાં 1008 દીવડાની મહાઆરતી યોજાઈ
    Next Article
    TVK Worker Arrested in Drugs Case, Udhayanidhi Stalin Targets Vijay

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment