Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેવલિન થ્રોની ફાઈનલમાં નીરજે પહેલો થ્રો 80.97 મીટરનો થ્રો કર્યો:પાકિસ્તાનના અરશદ નદીમે ફાઉલ કર્યો; ભારતના રોહિત યાદવ નીરજ પછી હાલ ત્રીજા સ્થાને

    1 day ago

    ભારતના જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ કોમનવેલ્થ ગેમ્સ ફાઇનલની શરૂઆત 80.97 મીટરના થ્રો સાથે કરી છે. બીજી તરફ, પાકિસ્તાનનો ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમનો પહેલો પ્રયાસ ફાઉલ રહ્યો. પહેલા રાઉન્ડ પછી ઇંગ્લેન્ડનો બેન ઇસ્ટ 81.12 મીટર સાથે નીરજથી આગળ છે. નીરજ પાસે હજુ પાંચ વધુ થ્રો બાકી છે. મેન્સ જેવલિન થ્રો ફાઇનલમાં નીરજ સામે અરશદ નદીમ, ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ અને શ્રીલંકાના રુમેશ પથિરાગે જેવા મોટા પડકારો છે. ફાઇનલમાં 12 ખેલાડી ભાગ લઈ રહ્યા છે, પરંતુ ટૉપ-8 એથ્લીટ જ છેલ્લા ત્રણ થ્રો કરી શકશે. નીરજ vs અરશદ નીરજ અને અરશદની પ્રથમ ટક્કર 2016 સાઉથ એશિયન ગેમ્સમાં થઈ હતી. ત્યાર બાદ બંને 11 ટુર્નામેન્ટમાં આમને-સામને આવી ચૂક્યા છે. તેમાંથી 10 વખત નીરજે અરશદને પાછળ છોડ્યો છે. અરશદને એકમાત્ર સફળતા પેરિસ ઓલિમ્પિક 2024માં મળી હતી. ત્યારે તેણે 92.97 મીટરના ઓલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે નીરજે 89.45 મીટર સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. 90 મીટર પાર કરનાર ભારતના એકમાત્ર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ 2025 દોહા ડાયમંડ લીગમાં 90.23 મીટરનો થ્રો કરીને નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. તેઓ 90 મીટરનો આંકડો પાર કરનાર ભારતના એકમાત્ર જેવલિન થ્રોઅર છે. ટોકિયો ઓલિમ્પિક 2020માં તેણે 87.58 મીટર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023 અને એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ, જ્યારે પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    I forgive children who abused me, let’s show them the way: PM Modi
    Next Article
    મમ્મીને મારીને હું આપઘાત કરું છું: સુસાઇડ નોટ:સુરતમાં શેરબજારના 40 લાખના દેવામાં ડૂબેલા પાટીદાર યુવકે સૂતેલી માતાને ગળે ટૂંપો આપી જીવ લીધો, પોતે પણ આપઘાત કર્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment