Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીરગઢ ચેકપોસ્ટ પરથી 801 ગ્રામ ચરસ ઝડપાયું:રાજસ્થાનથી આવતી ટ્રાવેલ્સ બસમાં બેઠેલા મુંબઈના યુવક પાસેથી ₹2.10 લાખનો મુદ્દામાલ જપ્ત

    8 hours ago

    બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે ચરસની હેરાફેરી કરતા એક યુવકને ઝડપી પાડ્યો છે. રાજસ્થાન તરફથી આવતી એક ટ્રાવેલ્સ બસમાં તપાસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે 801 ગ્રામ ચરસ સહિત કુલ ₹2,10,250 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે, અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાનથી આવતી ટ્રાવેલ્સ બસને રોકવામાં આવી હતી. બસમાં બેઠેલા એક યુવક પર શંકા જતાં તેની બેગની તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન યુવકની બેગમાંથી 801 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. ઝડપાયેલા આરોપીનું નામ જય ચેતન ગાલા (ઉંમર 29) છે, જે મુંબઈના ગોરેગામનો રહેવાસી અને મૂળ કચ્છના મુન્દ્રાનો છે. અમીરગઢ પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8(સી) અને 20(બી)(ii)(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની વાદળી રંગની ટ્રાવેલિંગ બેગમાંથી કપડાં અને જેકેટની આડશમાં છુપાવેલું 801 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. આ ચરસની બજાર કિંમત ₹2,00,250 આંકવામાં આવી છે. ચરસ ઉપરાંત, એક એન્ડ્રોઇડ મોબાઈલ પણ જપ્ત કરાયો છે, જે સાથે કુલ ₹2,10,250 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત વળતરના કેસમાં મૃતકના પરિવારજનોએ 1 કરોડનો દાવો કર્યો:63 લાખ ચૂકવાયા, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં લોક અદાલત દરિમયાન દાવો ફેંસલ કરાયો, MACP ના 405 દાવાનો નિકાલ
    Next Article
    Beige flag, soft launch, delulu: The Gen Z dating dictionary you need in 2026

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment