Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત વળતરના કેસમાં મૃતકના પરિવારજનોએ 1 કરોડનો દાવો કર્યો:63 લાખ ચૂકવાયા, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં લોક અદાલત દરિમયાન દાવો ફેંસલ કરાયો, MACP ના 405 દાવાનો નિકાલ

    10 hours ago

    અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં લોક અદાલત દરમિયાન અકસ્માત વળતરનો કેસ ઉકેલાયો હતો. જેમાં મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવેલા 1 કરોડના દાવા સામે કોર્ટે 63 લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. લાંબા સમયથી પડતર આ કેસમાં બંને પક્ષો વચ્ચે સમજૂતી સધાતા, પરિવારે આર્થિક ન્યાય મેળવ્યો છે. આણંદ-ભાલેજથી પરત ફરી વખતે અકસ્માત થયો'તો મળતી વિગત અનુસાર, 37 વર્ષીય શાહ-નવાઝ ઉર્ફે આસિફ મોહમદ રફીકમીયા શેખને એક માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમના અવસાનને કારણે થયેલા અપૂરણીય નુકસાન અને દુઃખ માટે યોગ્ય વળતર મેળવવા માટે તેમની કાનૂની વારસદારો પત્ની, ચાર સંતાનો અને માતા દ્વારા દાવો દાખલ કરવામાં આવ્યો હતો. અકસ્માત 19 જુલાઈ, 2024ના રોજ રાત્રે થયો હતો. શાહ-નવાઝ તેમના મિત્ર તૌફીક વ્હોરા સાથે આણંદ-ભાલેજથી કામ પરથી પરત ફરી રહ્યા હતાં. શાહ-નવાઝ પોતાનું ટુ વ્હિલર સુઝુકી બર્ગમેન ચલાવી રહ્યા હતાં. તેઓ નડિયાદ નજીક દુમરાલ ગામ પાસે પહોંચ્યા ત્યારે સામે પક્ષ દ્વારા ચલાવવામાં આવતી કાર સાથે તેમનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન મોત થયું તેમને તરત જ સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઈનડોર પેશન્ટ તરીકે ઈજાઓને કારણે મોત થયું હતું. આ અકસ્માત અંગે નડિયાદ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. મૃતકના પરિવારજનોએ 1 કરોડનો દાવો કર્યો મૃતકના કાનૂની વારસદારો દ્વારા મોટર વાહન અધિનિયમની કલમ 166 હેઠળ 1 કરોડ રૂપિયાના વળતર માટે જિલ્લા અને સત્ર ન્યાયાલય, અમદાવાદ ગ્રામ્ય ખાતે દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા, તમામ પક્ષકારો, વીમા કંપનીના પ્રતિનિધિઓનો સક્રિય સહકાર મળતા 14 માર્ચ, 2026ના રોજ લોક અદાલત દરમિયાન આ મામલો સૌહાર્દપૂર્ણ રીતે સમાધાન દ્વારા નિવારવામાં આવ્યો હતો. કોર્ટે દાવો ફેંસલ કરીને 63 લાખ ચૂકવવા આદેશ કર્યો પારસ્પરિક ચર્ચા અને વિચારવિમર્શ બાદ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા મૃતકના કાનૂની વારસદારોને 63 લાખની રકમ ચૂકવવા સંમતિ અપાતા, અધિક જિલ્લા ન્યાયાધીશ એન.પી. ઉનડકટની કોર્ટમાં આ દાવો ફેંસલ કરવામાં આવ્યો. આ રકમ નક્કી કરતી વખતે મૃતકની ઉંમર, 40 હજાર રૂપિયાની માસિક આવક, પરિવારની નિર્ભરતા અને તેમના ભવિષ્યના સંભવિત આવક જેવા પરિબળો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બોટાદની તરઘરા શાળામાં યોગ શિબિર યોજાઈ:બાળકોને પરીક્ષાનો ભય દૂર કરવા અપાયું માર્ગદર્શન
    Next Article
    અમીરગઢ ચેકપોસ્ટ પરથી 801 ગ્રામ ચરસ ઝડપાયું:રાજસ્થાનથી આવતી ટ્રાવેલ્સ બસમાં બેઠેલા મુંબઈના યુવક પાસેથી ₹2.10 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment