Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 800 અંક ઘટીને 76,600ના સ્તર પર આવ્યો:નિફ્ટી પણ 200 અંક ઘટ્યો; IT શેરોમાં સૌથી વધુ વેચવાલી, ઇન્ફોસિસ 8% સુધી તૂટ્યો

    10 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 19 જૂને ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 800 પોઈન્ટ ઘટીને 76,600 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો ઘટાડો છે, તે 23,950 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. શેરબજારમાં ઘટાડાના કારણો 1. IT શેરોમાં ભારે વેચવાલી: ગ્લોબલ IT દિગ્ગજ એક્સેન્ચરે તેના રેવન્યુ ગ્રોથનો અંદાજ ઘટાડીને નબળી માગની વાત કરી છે. આનાથી ભારતીય IT કંપનીઓના ભવિષ્યને લઈને ચિંતા વધી ગઈ અને નિફ્ટી IT ઇન્ડેક્સ 6% સુધી તૂટી ગયો. ઇન્ફોસિસ 8%, ટેક મહિન્દ્રા 6.3%, ટીસીએસ 6%, એચસીએલ ટેક 5.3% અને વિપ્રો 3.6% સુધી ગગડી ગયા. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૅક્સે પણ સ્વીકાર્યું છે કે ભારતીય IT સેક્ટર માટે હાલમાં માંગનો દૃષ્ટિકોણ નબળો છે. 2. વિદેશી રોકાણકારો (FIIs) નો યુ-ટર્ન ભારતીય બજારમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા સતત થઈ રહેલા વેચાણે દબાણ વધુ વધાર્યું. બુધવારે નજીવી ખરીદી કર્યા પછી, વિદેશી રોકાણકારોએ ગુરુવારે ફરીથી કેશ માર્કેટમાં 1,025 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. FIIs દ્વારા બજારમાંથી પૈસા કાઢવાને કારણે સ્થાનિક રોકાણકારોની ભાવના પણ નબળી પડી. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર ગઈકાલે અમેરિકી બજારમાં તેજી રહી ગઈકાલે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી શેરબજારમાં 18 જૂને વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 254 પોઈન્ટના ઉછાળા સાથે 77,410 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 82 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, જે 24,168 પર બંધ રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Equivalent to 83% of TV spend: Odia print daily tops Odisha’s govt’s Rs 84-crore ad list
    Next Article
    'કોમ્પ્રોમાઇઝ માટે ₹1 લાખની ઓફર થઈ હતી':પીકે એક્ટ્રેસ માનવીએ કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો, કહ્યું- નોન-નેપોકિડ સાથે થતું રહે છે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment