Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વકીલ ચાલતી કારમાંથી વર્ચ્યુઅલ સુનાવણીમાં જોડાયા:દિલ્હી હાઈકોર્ટે ₹1 લાખનો દંડ ફટકાર્યો, કહ્યું- કોર્ટની ગરિમા સાથે સમાધાન નહીં

    11 hours ago

    દિલ્હી હાઈકોર્ટે ચાલતી કારમાંથી વર્ચ્યુઅલ સુનાવણીમાં ભાગ લેનારા વકીલ પર ₹1 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે તેને નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું. જસ્ટિસ ઓમ પ્રકાશ શુક્લાએ 28 સપ્ટેમ્બરે આપેલા આદેશમાં જણાવ્યું કે વર્ચ્યુઅલ સુનાવણીની સુવિધા પ્રશંસનીય છે, પરંતુ તેના કારણે કોર્ટની ગરિમા અને કાર્યવાહીામાં વિક્ષેપ ન આવવો જોઈએ. કોર્ટે વકીલને આ દંડ એક અઠવાડિયાની અંદર દિલ્હી હાઈકોર્ટ લીગલ સર્વિસિસ કમિટીમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે એક દિવસમાં 70થી વધુ કેસોની સુનાવણી કરવાની હોય છે. આવી સ્થિતિમાં સુનાવણી દરમિયાન પૃષ્ઠભૂમિનો અવાજ અને ચાલતી કારની હિલચાલ વિક્ષેપ ઊભો કરે છે. વિડિયો કોન્ફરન્સિંગના નિયમોનો હવાલો કોર્ટે જણાવ્યું કે હાઈકોર્ટના ઇલેક્ટ્રોનિક એવિડન્સ અને વીડિયો કોન્ફરન્સિંગ નિયમો હેઠળ વકીલોએ વાહનોમાંથી સુનાવણીમાં જોડાવાનું ટાળવું જોઈએ. એવું ત્યારે જ કરવું જોઈએ, જ્યારે ખૂબ જરૂરી હોય. તેના માટે પરવાનગી પણ લેવી જોઈએ. જસ્ટિસ શુક્લાએ કહ્યું કે આ શરત માત્ર કાગળો પર લખવા માટે નથી. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે વકીલો વર્ચ્યુઅલ માધ્યમથી પણ એવી જગ્યાએથી હાજર થાય, જ્યાં કોર્ટનું કામ યોગ્ય રીતે ચાલી શકે. કોર્ટે કહ્યું કે હાલના મામલામાં આવી કોઈ અસાધારણ પરિસ્થિતિ નહોતી. તેથી વકીલનું ચાલતી કારમાંથી સુનાવણીમાં જોડાવું નિયમોનું ઉલ્લંઘન હતું. 29 એપ્રિલે દિલ્હી હાઈકોર્ટની સાઇટ હેક થઈ ગઈ હતી દિલ્હી હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન અશ્લીલ વીડિયો ચાલી ગયો. તે સમયે ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ ખારિયાની બેન્ચ સુનાવણી કરી રહી હતી. પોર્ન વીડિયો ચાલતાં જ સુનાવણી તાત્કાલિક રોકી દેવામાં આવી. થોડી મિનિટો બાદ સુનાવણી ફરી શરૂ થઈ, પરંતુ ત્યારબાદ ફરી પોર્ન વીડિયો ચાલવા લાગ્યો. ત્રણ વખત સુનાવણી મુલતવી રાખવી પડી. તેમાં કોઈ એક વ્યક્તિ પર આર્થિક દંડ લગાવવાને બદલે, અદાલતે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવા અને મામલાની તપાસ માટે દિલ્હી પોલીસની સાયબર સેલ (IFSO)ને નિર્દેશ આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Google Pixel 11 Pro XL Review: The Best Pixel Yet
    Next Article
    93 હજાર બાળકો-કિશોરીઓએ ચિત્રો દ્વારા આપ્યો પોષણનો સંદેશ:કચ્છમાં રાષ્ટ્રીય પોષણ માહ અંતર્ગત આંગણવાડીઓમાં યોજાયો મહાઅભિયાન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment