Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ લેઉવા પટેલ સમાજના 800 વડીલોની હરિદ્વાર યાત્રા:શ્રીમદ્ ભાગવત કથા પૂર્વે 125 યજમાનોનું સામૂહિક પોથી પૂજન

    12 hours ago

    પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત 800 થી વધુ વડીલો માટે હરિદ્વાર ગંગા તીર્થયાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા 21 થી 27 માર્ચ દરમિયાન યોજાશે, જેમાં વડીલો શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરશે. યાત્રા પૂર્વે પાટણમાં યજમાન પરિવારો દ્વારા સામૂહિક પોથી પૂજન અને ભવ્ય પોથી યાત્રા યોજાઈ હતી. મુખ્ય યજમાન મહેન્દ્રભાઈ જયંતીલાલ પટેલના નિવાસસ્થાને 125 જેટલા યજમાન પરિવારો દ્વારા સામૂહિક પોથી પૂજન કરવામાં આવ્યું હતું. કથાના વક્તા રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીની ઉપસ્થિતિમાં આ પૂજન સંપન્ન થયું હતું, ત્યારબાદ શાસ્ત્રીજીએ આશીર્વચન આપ્યા હતા. પોથી પૂજન બાદ પાટણમાં ભવ્ય પોથી યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. આ યાત્રા બત્તીવાડોથી પ્રસ્થાન થઈ નાગરલીમડીચોક, જબરેશ્વરીચોક, સાલવીવાડા ચોક, ખેતરવસી, ઝીણીપોળ, લીમડી ચોક, લોટેશ્વર, દોશીવટ બજાર અને ધીવટો જેવા સમાજના વિવિધ વિસ્તારોમાં ફરીને નિજ સ્થાને પરત ફરી હતી. યાત્રાળુઓ 19 અને 20 માર્ચે અલગ અલગ જથ્થામાં પાટણ અને ઊંઝા સ્ટેશનેથી રેલવે દ્વારા હરિદ્વાર જવા પ્રયાણ કરશે. ઊંઝાથી યોગા એક્સપ્રેસ અને ગાંધીનગર-દૌલતપુર ચોક એક્સપ્રેસ, જ્યારે પાટણથી ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસમાં બુકિંગ કરાયું છે. વડીલોને મુસાફરીમાં અગવડ ન પડે તે માટે નાસ્તા અને ફૂડ પેકેટ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. દરેક યાત્રીને ધાર્મિક ખેસ અને વિશેષ ઓળખ કાર્ડ પણ અપાયા છે, જેમાં તેમની ટ્રેન વિગતો દર્શાવેલી છે. આ સમગ્ર ગંગા તીર્થયાત્રા નિશુલ્ક કરાવવા માટે મુખ્ય યજમાન, ભાગવત ઉત્સવના મનોરથીઓ ઉપરાંત 40 થી વધુ ભોજનપ્રસાદ યજમાનોની સેવા લેવામાં આવી છે. છેલ્લા બે માસથી કાર્યકરો આ યાત્રાને સફળ બનાવવા માટે સતત મહેનત કરી રહ્યા છે. 21 ફેબ્રુઆરીથી હરિદ્વારમાં પ્રેમનગર આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે, જેમાં વક્તા શ્રી રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી શ્રીમદ ભાગવતનું રસપાન કરાવશે. આ દરમિયાન ગોવર્ધન પૂજા, નંદ ઉત્સવ તથા રૂકમણી વિવાહ જેવા ભાગવત ઉત્સવો પણ યોજાશે. સમગ્ર યાત્રા દરમિયાન તમામ યાત્રીઓનો ઉતારો પવિત્ર ગંગા ઘાટે પ્રેમનગર આશ્રમમાં જ રહેશે. આ દરમિયાન યાત્રીઓને ઋષિકેશ દર્શને પણ લઈ જવાશે. 27 મી માર્ચે ભાગવત કથાની પૂર્ણાહુતિ બાદ યાત્રીઓ ટ્રેન વ્યવસ્થા મુજબ પરત ફરશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 21-22 માર્ચે મિલેટ મહોત્સવ યોજાશે:કમિશનર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને તૈયારીઓની સમીક્ષા બેઠક
    Next Article
    'ગુજરાત બોલેગા ખાલિસ્તાન, મોદી-શાહ-CM પટેલ-ગુજરાતી હિન્દુ ચરમપંથી':સ્કૂલોને ઉડાવી દેવા ધમકી ભર્યો મેલ મળતા વાલીઓ દોડી આવ્યા, સ્ટાફને મેદાનમાં બેસાડી સઘન ચેકિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment