Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સનો નફો 80% ઘટ્યો:પ્રથમ ક્વાર્ટરમાં ₹775 કરોડ રહ્યો; કારણ- જગુઆર લેન્ડરોવરની સપ્લાય ચેઇનમાં અવરોધ

    3 days ago

    ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સનો એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં નફો 80%થી વધુ ઘટીને ₹775 કરોડ રહ્યો છે. ગયા નાણાકીય વર્ષના આ જ ક્વાર્ટરમાં કંપનીને ₹3,924 કરોડનો નફો થયો હતો. નફામાં આ ઘટાડો સ્પેરપાર્ટ્સના સપ્લાયમાં આવેલી અડચણો, એક મોટા કમ્પોનન્ટ સપ્લાયરના ત્યાં લાગેલી આગ, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ અને જગુઆર મોડલ્સ બંધ થવાને કારણે થયો છે. રેવન્યુ 9% વધીને ₹95,799 કરોડ થઈ કંપનીની ઓપરેશનલ રેવન્યુ વાર્ષિક ધોરણે 9%થી વધુ વધીને ₹95,799 કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે ₹87,677 કરોડ હતી. JLRનો નફો 73% ઘટ્યો, રેવન્યુ 10% ઓછો થયો ટાટા ગ્રુપની પ્રીમિયમ કાર કંપની જગુઆર લેન્ડ રોવર (JLR)ના હોલસેલ વેચાણમાં વાર્ષિક ધોરણે 9%નો ઘટાડો થયો છે. આ ઘટાડાના મુખ્ય કારણો સપ્લાયરના ત્યાં આગ લાગવી, મિડલ ઈસ્ટ સંઘર્ષ અને જગુઆર ટાઈપ 01ના લોન્ચિંગ પહેલા જૂના જગુઆર મોડલ્સનું પ્રોડક્શન બંધ થવું રહ્યા. JLRના સીઈઓ પીબી બાલાજીએ કહ્યું, "પ્રારંભિક પડકારો છતાં અમારી બ્રાન્ડ્સની મજબૂત માંગ જળવાઈ રહી છે. અમે ટૂંક સમયમાં રેન્જ રોવર ઇલેક્ટ્રિક, રેન્જ રોવર સ્પોર્ટ્સ ઇલેક્ટ્રિક, રેન્જ રોવર GT અને જગુઆર ટાઇપ 01 લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. હું મારી ટીમ અને ભાગીદારોનો આભાર માનું છું." Sierra.evને મળ્યો સારો પ્રતિસાદ ટાટામોટર્સ પેસેન્જર વ્હીકલ્સના એમડી અને સીઈઓ શૈલેષ ચંદ્રએ જણાવ્યું, "FY27ના પ્રથમ ક્વાર્ટરની શરૂઆત કંપની માટે ઘણી મજબૂત રહી છે. તાજેતરમાં લોન્ચ થયેલા મોડલ્સની સફળતાથી અમારું વેચાણ 46% વધ્યું છે. જોકે સપ્લાયની મુશ્કેલીઓને કારણે સિયેરાનું વોલ્યુમ પ્રભાવિત થયું, પરંતુ ગ્રાહકોની રુચિ જળવાઈ રહી છે અને Sierra.evને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે." તેમણે કહ્યું કે મજબૂત ઓર્ડર બુક, નવા ઉત્પાદનોની પાઇપલાઇન અને માર્જિન સુધારવાના પગલાંથી કંપનીને આશા છે કે આવનારી ત્રિમાસિક ગાળામાં આ તેજી જળવાઈ રહેશે. નોલેજ બોક્સ: EBITDA અને EPS શું હોય છે?
    Click here to Read More
    Previous Article
    बालों को लंबा, स्किन को ग्लोइंग और वजन कम करेगी 28 रुपए किलो वाली ये सस्ती सब्जी...
    Next Article
    કાશીમાં ઘાટ ડૂબ્યા, અંતિમ સંસ્કાર માટે કલાકો રાહ:ઉત્તરાખંડના દેહરાદૂન-ટિહરીમાં ભૂસ્ખલન; 15 રાજ્યોમાં આગામી 4 દિવસ ભારે વરસાદનું એલર્ટ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment