Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દસ વર્ષ જુના ચેક રિટર્નના કેસમાં કોર્ટનો ચુકાદો:ઉલ્લાસનગરના વેપારી દંપતીનો નિર્દોષ છુટકારો, 80 લાખથી વધુના કેસમાં પત્નીની સહી ફેક હોવાનું FSLમાં સાબિત થયું

    10 hours ago

    દસ વર્ષ જૂના અને 80 લાખ ઉપરાંતની રકમના ચેક રિટર્ન કેસમાં સુરતની કોર્ટે ઉલ્લાસનગરના વેપારી દંપતીની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં પત્નીની સહી પુરવાર ન થતા અને પતિને માલ મળ્યાના કોઈ ઠોસ પુરાવા ન હોવાથી કોર્ટે બંનેને નિર્દોષ જાહેર કર્યા છે. આ મામલે ગાંધીનગર એફએસએલનો રિપોર્ટ નિર્ણાયક સાબિત થયો હતો, જેમાં પત્નીની સહી તકરારી હોવાનું સ્પષ્ટ થયું હતું. 1 કરોડથી વધુનો કાપડનો માલ ખરીદ્યો, ચેકો બેંકમાં પરત ફર્યા પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના રીંગરોડ પર આવેલા ટી.ટી. ટાવરમાં કાપડનો વ્યવસાય કરતા અશોક મનસુખાની અને તેમના પત્ની પૂજા મનસુખાનીએ 2016માં મહારાષ્ટ્રના ઉલ્લાસનગરના વેપારી દંપતી રોશની ભાટિયા અને મનોહર ભાટિયા સામે ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીનો આક્ષેપ હતો કે આરોપીઓએ 1 કરોડથી વધુનો કાપડનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ ચૂકવ્યું નથી, જેના બદલામાં આપેલા ચેકો બેંકમાં પરત ફર્યા હતા. FSL રિપોર્ટમાં સહી ખોટી હોવાનું ખુલ્યું આ કેસમાં રોશની ભાટિયા સામે અંદાજે 70 લાખ રૂપિયાના લેણા વસૂલવા માટે કેસ કરાયા હતાં. બચાવ પક્ષના એડવોકેટ અશ્વિન જોગડિયાએ દલીલ કરી હતી કે ચેક પરની સહી આરોપીની નથી. કોર્ટના આદેશથી આ ચેકો તપાસ માટે ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યા હતાં. હસ્તાક્ષર નિષ્ણાંતના રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે ચેક પરની સહીઓ રોશની ભાટિયાની નથી, જેના આધારે કોર્ટે તેમને આ કેસમાંથી મુક્ત કર્યા હતા. પતિ સામે માલ મળ્યાના પુરાવાઓનો અભાવ બીજી તરફ, પતિ મનોહર ભાટિયા સામેના 10.48 લાખના કેસમાં પણ બચાવ પક્ષે જોરદાર દલીલો કરી હતી. એડવોકેટ જોગડિયાએ રજૂઆત કરી હતી કે આરોપીને કથિત વ્યવહારનો કોઈ માલ મળ્યો જ નથી. ફરિયાદીએ જે બિલો રજૂ કર્યા હતા તેમાં અલગ-અલગ પેઢીઓના નામ હતા, જેના માલિક મનોહર ભાટિયા નહોતા. વધુમાં, કોઈપણ બિલ પર આરોપીની સહી નહોતી, જે મુદ્દાને કોર્ટે ગ્રાહ્ય રાખ્યો હતો. કોર્ટે દંપતીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો લાંબી કાનૂની લડત બાદ, સુરત કોર્ટે અવલોકન કર્યું કે ફરિયાદી પક્ષ આરોપીઓ સામેના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. પત્નીના કેસમાં વૈજ્ઞાનિક પુરાવા (FSL રિપોર્ટ) અને પતિના કેસમાં દસ્તાવેજી પુરાવાઓના અભાવને ધ્યાને રાખીને કોર્ટે દંપતીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ ચુકાદાથી દસ વર્ષથી ચાલતા વિવાદનો અંત આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલથી શેકાવા તૈયાર રહેજો, રાજ્યમાં હિટવેવની આગાહી:આજે અમદાવાદ, રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગરમાં ગરમીનું યલો એલર્ટ, તાપમાન 44 પર પહોંચવાની શક્યતા
    Next Article
    Video of a mobile phone exploding in a bed | આણંદમાં મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો હોવાનો વીડિયો વાયરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment