Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    80માં સ્વાતંત્ર્ય પર્વની ભાવનગરમાં ઠેરઠેર ઉત્સાહભેર ઉજવણી:80માં સ્વાતંત્ર્ય પર્વની ભાવનગરના મેયરએ ધ્વજવંદન ફરકાવી ઉજવણી કરાઈ, કચેરીઓ, રાજકીય પક્ષો, સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓએ સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ, ચાલુ કાર્યકમે કોર્પોરેટરો ચાલતી પકડી

    9 hours ago

    80માં સ્વાતંત્ર્ય પર્વની શહેરભરમાં ઠેર-ઠેર સરકારી કચેરીઓ, રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓએ સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહાનગરપાલિકા દ્વારા કળિયાબીડ સ્થિત આવેલ મારૂતિ યોગ આશ્રમ શાળા નંબર.83 ખાતે આવેલ સરકારી શાળામાં મેયર ઉષાબેન તલરેજા દ્વારા ધ્વજવંદન કરી સ્વાતંત્ર દિવસ નગરજનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, આ કાર્યક્રમ દરમિયાન ચાલુ કાર્યક્રમ ચાલતી પકડી હતી... મેયરએ વંદન કરી અને સ્વતંત્રતા દિવસ નગરજનોને શુભેચ્છાઓ પાઠવી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર દિવસની ઉજવણી કાળીયાબીડ ભગવતી સર્કલ પાસે આવેલ મારુતિ યોગ આશ્રમ શાળા નંબર 83 ખાતે મેયર ઉષાબેન તલરેજાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો, ત્યારબાદ મેયરના પ્રાસંગિક ઉદબોધન બાદ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અલગ અલગ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, સ્વતંત્રતા દિવસ નગરજનોને શુભેચ્છાઓ પાઠવી હતી, ત્યારબાદ ખેલાડીઓને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સફાઈ કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી શહેર ભાજપ કાર્યાલય ખાતે સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાવનગર શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ દ્વારા ધ્વજવંદન કરી સલામી આપી ઉદબોધન કર્યું હતું, આ પ્રસંગે ભાવનગરના મેયર ઉષાબેન તલરેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશન મહેતા, પૂર્વ અધ્યક્ષઓ, પૂર્વ મેયરો તથા નગરસેવકો તથા સંગઠનના કાર્યકરો તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જિલ્લા પંચાયત ખાતે ઉજવણી ભાવનગર જિલ્લા પંચાયત ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પંચાયત પ્રમુખ અશોક લાધવા દ્વારા ધ્વજવંદન કરી સલામી આપી ઉદબોધન કર્યું હતું, આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધિકારીઓ પદાધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા, જિલ્લા હોમગાર્ડઝ હેડ કવાટર્સ ખાતે ઉજવણી ભારત દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ હેડ ક્વાટર્સ ખાતે દેશભક્તિના અભૂતપૂર્વ માહોલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના વિકાસ, વિજ્ઞાન અને ઇનોવેશન માટે આ વર્ષે આપવામાં આવેલી મુખ્ય થીમ "યુવા શક્તિ”ને સાર્થક કરવાના ભાગરૂપે, ભાવનગરની સર ટી. હોસ્પિટલના જાણીતા M.B.B.S. ડોક્ટર ગણેશભાઈ બારૈયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની આ ગરિમાપૂર્ણ ઉજવણી અંતર્ગત રમત-ગમત ક્ષેત્રે રાજ્યકક્ષાએ વિજેતા થઈ ભાવનગરનું નામ રોશન કરનાર તેમજ ઉત્તમ પ્રદર્શન કરનાર હોમગાર્ડઝના રમતવીરોને મુખ્ય અતિથિ ડો.ગણેશ બારૈયાના શુભ હસ્તે મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ હોમગાર્ડઝ જવાનો દ્વારા અંગદાન અંગેના સામુહિક શપથ લેવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરી ખાતે યોજાયેલા આ રાષ્ટ્રીય પર્વમાં ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયા, ડો.ધવલ મકવાણા, ડો.યશ દવે સહીત હોમગાર્ડઝદળના અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં મહિલા અને પુરુષ હોમગાર્ડઝ જવાનોએ ભારે ઉત્સાહ અને દેશભક્તિના ભાવ સાથે ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો. ઠેરઠેર સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કરાઈ સમગ્ર દેશમાં ભક્તિના માહોલ સાથે અને ઉત્સાહ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે ભાવનગર શહેરમાં ઠેરઠેર જગ્યાએ દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ભાવનગર શહેરમાં આજે તિરંગામય બન્યું હતું. જ્યારે આજે શહેર ભાજપ કાર્યાલય, કોર્ટ, વિવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ, શહેરની સરકારી કચેરીઓ, નિગમો તેમજ વિવિધ વિસ્તારમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો....
    Click here to Read More
    Previous Article
    રાહુલ-ખડગે સતત બીજા વર્ષે લાલ કિલ્લાના સમારોહમાં પહોંચ્યા નહીં:2024માં પાછળ બેસાડવા પર વિવાદ થયો હતો, ભાજપે કહ્યું- રાહુલની વિચારસરણી માનસિક નક્સલ જેવી
    Next Article
    જૂનાગઢ શહેર અને જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:ભવનાથમાં સાધુ-સંતો અને માળીયા હાટીનામાં રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ ધ્વજવંદન કર્યું​

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment