Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ શહેર અને જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:ભવનાથમાં સાધુ-સંતો અને માળીયા હાટીનામાં રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ ધ્વજવંદન કર્યું​

    12 hours ago

    80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જૂનાગઢ જિલ્લામાં કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શહેર તેમજ વિવિધ તાલુકાઓ, શાળાઓ, કૉલેજો અને શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર પંથક દેશભક્તિના રંગે રંગાયો હતો અને તમામ નાગરિકોમાં અનોખો રાષ્ટ્રીય જુસ્સો જોવા મળ્યો હતો. રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં ઉજવણી ​ગિરનારની પવિત્ર ભવનાથ તળેટી સ્થિત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે ઈન્દ્રભારતી બાપુના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાધુ-સંતો, રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી દેશના વીર શહીદોને નમન કરી ભાવાંજલિ અર્પિત કરી હતી. 'ચંદ્ર પર પણ આપણો ત્રિરંગો લહેરાયો છે' ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે, 80મા રાષ્ટ્રીય મહાપર્વ પર ગિરનાર મંડળના સંતો, આગેવાનો અને પત્રકાર મિત્રો દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્ર વંદના કરીને ત્રિરંગાની આન, બાન અને શાન સાથે દેશભક્તિ ઉજાગર કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 'હર ઘર ત્રિરંગા' અભિયાન પણ એક મહાન રાષ્ટ્રભક્તિનું અભિયાન છે. ચંદ્રયાન દ્વારા ચંદ્ર પર પણ આપણો ત્રિરંગો લહેરાયો છે. આ મહાપર્વે સરહદ પર દેશનું રક્ષણ કરતા નવજવાનોને ભગવાન દીર્ઘાયુ આપે તેવી શિવજીને પ્રાર્થના કરું છું અને દેશ માટે શહીદી વહોરનાર વીરોને શ્રદ્ધાંજલિ અર્પું છું. માળીયા હાટીનામાં જિલ્લા કક્ષાની ઉજવણી ​બીજી તરફ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માળીયા હાટીનાના સમસ્ત હાટી ક્ષત્રિય સમાજ ખાતે જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી તથા જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ મંત્રીએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને પ્રજાજનોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી હતી. આ વિશેષ પ્રસંગે માળીયા હાટીના તાલુકાના વિકાસ કાર્યો માટે મંત્રીના હસ્તે 25 લાખ રૂપિયાનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. ​વરસાદ વચ્ચે પણ બાળકોનો જોશ અને ઉત્સાહ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સમારોહમાં શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિસભર રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન કાર્યક્રમ માળીયા હાટીનામાં સફળતાપૂર્વક સંપન્ન થયો છે. કાર્યક્રમ દરમિયાન વચ્ચે વરસાદ પડ્યો હોવા છતાં બાળકોનો જોશ અને ઉત્સાહ અદભુત અને જોવા લાયક હતો. કાર્યક્રમના અંતે સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓ તેમજ રમતગમત ક્ષેત્રે ઝળકેલા પ્રતિભાશાળી રમતવીરોનું બહુમાન કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    80માં સ્વાતંત્ર્ય પર્વની ભાવનગરમાં ઠેરઠેર ઉત્સાહભેર ઉજવણી:80માં સ્વાતંત્ર્ય પર્વની ભાવનગરના મેયરએ ધ્વજવંદન ફરકાવી ઉજવણી કરાઈ, કચેરીઓ, રાજકીય પક્ષો, સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓએ સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ, ચાલુ કાર્યકમે કોર્પોરેટરો ચાલતી પકડી
    Next Article
    Independence Day 2026: Lagaan To Uri, 10 Films That Redefined Patriotism

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment