Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસા કેળવણી મંડળે 80મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવ્યો:પ્રમુખ બિપીનભાઈ શાહે ધ્વજવંદન કર્યું, વિદ્યાર્થીઓએ દેશભક્તિના નૃત્યો રજૂ કર્યા

    9 hours ago

    મોડાસા કેળવણી મંડળ દ્વારા ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મંડળના પ્રમુખ બિપીનભાઈ આર. શાહના હસ્તે ધ્વજવંદન કરાયું. આ ઉજવણીમાં મોડાસા કેળવણી મંડળના પદાધિકારીઓ, મોટી સંખ્યામાં નગરજનો, મંડળ સંચાલિત શાળાઓના આચાર્યો, શિક્ષકો અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ બિપીનભાઈ શાહે પોતાના વક્તવ્યમાં ભારતની સિદ્ધિઓ, દેશના વિકાસમાં યોગદાન, પર્યાવરણ જતન, જળ સંરક્ષણ, આરોગ્ય અને રમત-ગમત દ્વારા બાળકોના વિકાસ તેમજ દેશની સમૃદ્ધિ વધારવા પર ભાર મૂક્યો હતો. મંડળ સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિના નૃત્યો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે, મોડાસા કેળવણી મંડળના આદ્યસ્થાપક અને આ પંથકના ગાંધી તરીકે ઓળખાતા શ્રી મથુરદાસ લાલજીદાસ ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી તથા પુષ્પ અર્પણ કરી આઝાદી માટેના તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું.
    Click here to Read More
    Previous Article
    '90 Minutes For 3 Km': Bengaluru-Based Founder Walks Home After Traffic Nightmare
    Next Article
    મોડાસા-1 શાળામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:ડો. રવિ પ્રજાપતિએ ધ્વજવંદન કર્યું, દાનની જાહેરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment