Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસા-1 શાળામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:ડો. રવિ પ્રજાપતિએ ધ્વજવંદન કર્યું, દાનની જાહેરાત

    8 hours ago

    મોડાસા-૧ તાલુકા પ્રાથમિક શાળામાં ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી. આ પ્રસંગે અતિથિગણ અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. મહાલક્ષ્મી હોસ્પિટલના IVF સેન્ટર અને ગાયનેકોલોજિસ્ટ ડો. રવિભાઈ એસ. પ્રજાપતિના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ ડો. રવિભાઈ પ્રજાપતિએ શાળાના મધ્યાહન ભોજન શેડમાં પંખાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે દાનની જાહેરાત કરી હતી. તેમના ઉદાર હાથે દાનથી શાળા પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો. આ કાર્યક્રમમાં ભારતીય સેનાના પૂર્વ આર્મીમેન અને હાલ SBI બેંક, મોડાસા ખાતે સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ગીરીશભાઈ સકસેના સાહેબ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓમાં શિક્ષણ, સંસ્કાર અને દેશભાવના ઉજાગર કરતું પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. ગીરીશભાઈ સક્સેનાએ વિદ્યાર્થીઓ માટે રમતગમતના સાધનો ઉપલબ્ધ કરાવવા માટે દાનની જાહેરાત કરી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમને અનુરૂપ સુંદર વક્તવ્ય રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ભાવેશભાઈ એમ. પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી બદલ મોડાસા-૧ પ્રાથમિક શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ વી. પટેલ અને શાળા પરિવારે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોડાસા કેળવણી મંડળે 80મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવ્યો:પ્રમુખ બિપીનભાઈ શાહે ધ્વજવંદન કર્યું, વિદ્યાર્થીઓએ દેશભક્તિના નૃત્યો રજૂ કર્યા
    Next Article
    જામનગરમાં યંગ સોશ્યલ ગ્રુપ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ:દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment