Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિત શાહના હસ્તે ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ:ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 80 હજાર ચોરસ ફૂટમાં 4 કરોડથી વધુના ખર્ચે નિર્માણ, સવજીભાઈએ કહ્યું- 208 સરોવર પૂર્ણ કર્યા

    17 hours ago

    અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ગામે પદ્મશ્રી સવજી ધોળકિયા સંચાલિત ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા પોતાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ‘ગુજરાત ગૌરવ સરોવર’નું આજે (27 ઓગસ્ટે) ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. અંદાજે 4 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલું આ સરોવર 80 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલું છે અને તેમાં આશરે 23 કરોડ લિટર પાણીનો સંગ્રહ થઈ શકે છે. વરસાદના કારણે સરોવર હાલ પાણીથી ભરાઈ ગયું છે. ખારાપાટ વિસ્તારને પાણીથી સમૃદ્ધ બનાવવાની શરૂઆત દુધાળા અને આસપાસના વિસ્તારમાં વર્ષ 2017થી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળસંચયની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે સમયે આ સમગ્ર પંથક ખારાપાટ તરીકે ઓળખાતો હતો અને પાણીની અછતને કારણે ખેતી કરવી મુશ્કેલ હતી. ગાગડિયા નદી વિસ્તારમાં પણ પાણીનો જથ્થો નહિવત્ હોવાથી ખેડૂતોની જમીનો સૂકી રહેતી હતી. ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકારના સહયોગથી નદી-નાળામાં પાણી રોકવા માટે ચેકડેમ અને સરોવરો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. ગાગડિયા નદી વિસ્તારમાં આશરે 57 કિલોમીટરના પટમાં અલગ-અલગ સ્થળોએ 40 જેટલા ચેકડેમ અને સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાતભરમાં જળસંચયના કામને આગળ વધારવાની તૈયારી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા દુધાળા નજીક સરોવર અને તળાવો ઊંડા કરી જળસંચય માટે શરૂ કરાયેલું અભિયાન હવે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વિસ્તર્યું છે. સંસ્થા દ્વારા કુલ 208 જેટલા સરોવર નિર્માણના કામ હાથ ધરાયા છે, જેમાંથી 198 સરોવરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અમરેલી ઉપરાંત કચ્છ, મહીસાગર, સિદ્ધપુર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં જળસ્રોતોને ઊંડા કરવા અને પાણી બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ‘અમિતભાઈએ કહ્યું, મારા માટે એક સરોવર બાકી રાખજો’ : સવજી ધોળકિયા પદ્મશ્રી સવજી ધોળકિયાએ જણાવ્યું કે, ગુજરાતનું ગૌરવ એવા ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ અમિત શાહના હસ્તે થવું તેમના માટે ગૌરવની વાત છે. તેમણે જણાવ્યું કે, અમિત શાહે અગાઉ તેમને એક સરોવર પોતાના માટે બાકી રાખવાનું કહ્યું હતું અને ભારત માતા સરોવરની બાજુમાં આ સરોવર તૈયાર કરવામાં આવ્યું છે. તેમના હસ્તે આજે 27મીએ તેનું લોકાર્પણ થવાનું હોવાથી દુધાળા અને સમગ્ર અમરેલી જિલ્લા માટે આ ગૌરવની ક્ષણ છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં ભૂસ્ખલનને કારણે આવ્યું વિનાશક પૂર:210 લોકોનાં મોત, 300 ભારતીયો ગુમ, તિબેટમાં 550 લોકો ગાયબ; આજે 21 ભારતીયોનું રેસ્ક્યુ
    Next Article
    યાર્ન ઉત્પાદકોની મનમાનીથી ટેક્સટાઇલ સંકટમાં:ઉત્પાદન 6.5 કરોડથી ઘટીને 2.5 કરોડ મીટર થયું, રો-મટિરિયલ કરતાં બમણો ભાવ વધારો ઝીંકાયો, ચેમ્બરની રાહતની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment