Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યાર્ન ઉત્પાદકોની મનમાનીથી ટેક્સટાઇલ સંકટમાં:ઉત્પાદન 6.5 કરોડથી ઘટીને 2.5 કરોડ મીટર થયું, રો-મટિરિયલ કરતાં બમણો ભાવ વધારો ઝીંકાયો, ચેમ્બરની રાહતની માગ

    11 hours ago

    આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $95 સુધી પહોંચતાં સુરત સહિત સમગ્ર દેશના MMF ટેક્સટાઇલ ઉદ્યોગની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. સ્થાનિક બજારમાં તૈયાર ફેબ્રિક્સની કોઈ લેવાલી ન હોવા છતાં પોલિએસ્ટર યાર્નના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. યાર્ન ઉત્પાદકો દ્વારા કરાયેલા કૃત્રિમ ભાવવધારા અને કાચા માલની અછતના કારણે સુરતમાં દૈનિક 6.5 કરોડ મીટર થતું કાપડનું ઉત્પાદન ઘટીને હવે માત્ર 2.5થી 3 કરોડ મીટર જેટલું જ રહી ગયું છે. આ ગંભીર મંદી અને કટોકટી વચ્ચે ટેક્સટાઇલ ઉદ્યોગને બચાવવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજ સિંહ સમક્ષ પત્ર લખીને કસ્ટમ ડ્યુટીમાં તાત્કાલિક રાહત આપવાની માગ કરી છે. યાર્ન કંપનીઓના કૃત્રિમ વધારા સામે વીવર્સમાં રોષ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોક જીરાવાલાએ પરિસ્થિતિ અંગે વિગત આપતાં જણાવ્યું કે, જ્યારથી મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી આજદિન સુધીમાં યાર્નના ભાવમાં પ્રતિ કિલો ₹40 નો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. ક્રૂડ, ડોલર અને રો-મટિરિયલમાં જે પ્રમાણમાં ભાવ વધ્યા છે તેના કરતાં યાર્ન ઉત્પાદકોએ ડબલ ભાવ વધાર્યા છે. યાર્ન કંપનીઓ એક કાર્ટેલ રચીને વીવિંગ ઉદ્યોગને બાનમાં લઈ રહી છે. રો-મટિરિયલ આટલું મોંઘું થવા છતાં બજારમાં તૈયાર કાપડમાં ₹10 નો પણ સુધારો થયો નથી, જેના પગલે વીવિંગ ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ‘મજબૂરીમાં બે દિવસની રજા સાથે મશીનરી શરૂ’ અશોક જીરાવાલાએ વધુમાં ઉમેર્યું હતું કે, એક બાજુ બજારમાં માલની કોઈ ખરીદી નથી અને બીજી બાજુ મશીનરી ચાલુ રાખવી વીવર્સ માટે મજબૂરી બની ગઈ છે. જો લૂમ્સના મશીનો બંધ કરવામાં આવે તો લાખો કારીગરો બેકાર થઈ જાય અને મોંઘી મશીનરીઓ પણ ખરાબ થઈ જવાનો ભય રહે છે. આ વિષમ પરિસ્થિતિમાં જે વીવિંગ એકમોની હાલત અત્યંત ખરાબ છે અને જેમના માલનું વેચાણ અટકી ગયું છે, તેવા એકમોએ સ્વૈચ્છિક તેમજ ફરજિયાતપણે અઠવાડિયામાં 2 દિવસની રજા (પ્રોડક્શન હોલિડે) રાખવાની જાહેરાત કરી દીધી છે. ખેતી પછી સૌથી વધુ રોજગારી આપતા સેક્ટર પર સરકારી નિયંત્રણ અનિવાર્ય ચેમ્બર પ્રમુખે ભારપૂર્વક રજૂઆત કરી હતી કે, વીવિંગ ઉદ્યોગ એ દેશમાં ખેતી પછી સૌથી મોટી રોજગારી પૂરી પાડતું MSME સેક્ટર છે. આ ઉદ્યોગ કરોડો પરિવારોની આજીવિકા સાથે જોડાયેલો હોવાથી તેને બચાવવો ખૂબ જરૂરી છે. મોટી યાર્ન કંપનીઓ દ્વારા કૃત્રિમ ભાવવધારો કરીને વીવિંગ ઉદ્યોગ પર જે દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે, તેના પર સરકારે કડક વોચ રાખી તાત્કાલિક નિયંત્રણ લાવવું જોઈએ. સમગ્ર વેલ્યૂ ચેઇન-ચાહે યાર્ન હોય, વીવિંગ હોય, પ્રોસેસિંગ હોય કે ટ્રેડર્સ હોય બધા તંદુરસ્તીથી વેપાર કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવું જરૂરી છે. ટેક્સટાઇલ ઉદ્યોગને ઓક્સિજન આપવા 3 મહિના કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવા માગ સ્થાનિક બજારમાં સસ્તો કાચો માલ ઉપલબ્ધ થાય અને વીવિંગ ઉદ્યોગને રાહતનો ઓક્સિજન મળી રહે તે માટે ચેમ્બરે કેન્દ્ર સરકાર સમક્ષ મહત્વપૂર્ણ માગણીઓ મૂકી છે. ટેક્સટાઇલ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં માગ કરાઈ છે કે PTA, MEG ઉપરાંત DTY, POY અને FDY યાર્ન પર લાગતી 5% થી 6% કસ્ટમ ડ્યુટીમાંથી આગામી 3 મહિના (અથવા 1 વર્ષ) માટે સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે. જો સસ્તા દરે યાર્નની આયાત શક્ય બનશે તો સ્થાનિક યાર્ન લોબી પર નિયંત્રણ આવશે અને વીવિંગ ઉદ્યોગ સંકટમાંથી બહાર આવી શકશે.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહના હસ્તે ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ:ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 80 હજાર ચોરસ ફૂટમાં 4 કરોડથી વધુના ખર્ચે નિર્માણ, સવજીભાઈએ કહ્યું- 208 સરોવર પૂર્ણ કર્યા
    Next Article
    ઈસનપુરના સોની વેપારી સાથે 2.19 કરોડની ઠગાઈ:સોનાના બદલામાં નકલી લગડી પધરાવી આસામના ચાર ઠગ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment