Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:મેયર દક્ષાબેન પટેલે ધ્વજવંદન કર્યું, વિકાસમાં સહભાગી થવા આહ્વાન

    1 day ago

    વાપી મહાનગરપાલિકા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. મેયર દક્ષાબેન પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનગરપાલિકા પરિસર દેશભક્તિના નાદથી ગુંજી ઊઠ્યું હતું. ધ્વજવંદન બાદ મેયર દક્ષાબેન પટેલે સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, દેશની આઝાદી માટે સ્વાતંત્ર્ય સેનાનીઓએ અનેક સંઘર્ષો અને બલિદાન આપ્યા છે. તેમના ત્યાગને કારણે આજે આપણે સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે ગૌરવ સાથે જીવી રહ્યા છીએ. તેમણે દેશ માટે બલિદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર જવાનોને શ્રદ્ધાપૂર્વક નમન કર્યું હતું. મેયરે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પણ વિકાસ, સુશાસન અને જનસેવાના ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે. વાપીના વિકાસ અંગે મેયરે માહિતી આપતા જણાવ્યું કે, નાણાં તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાપી શહેર વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા વાપીના સર્વાંગી વિકાસ માટે ફાળવાયેલી વિશેષ ગ્રાન્ટનો આયોજનબદ્ધ ઉપયોગ કરવામાં આવશે. રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ, સ્વચ્છતા, જાહેર સુવિધાઓ અને બ્યુટિફિકેશન સહિતના કામોને પ્રાથમિકતા આપી શહેરની માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનાવવામાં આવશે. નાગરિકોને વધુ સારી અને ગુણવત્તાયુક્ત સુવિધાઓ મળે તે દિશામાં મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવશે. મેયરે નાગરિકોને વિકાસયાત્રામાં સક્રિય ભાગીદાર બનવા અપીલ કરી હતી. તેમણે શહેરને સ્વચ્છ રાખવા, પર્યાવરણનું જતન કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સાથે બાળકોને શિક્ષણ અને સારા સંસ્કાર આપવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ, કાઉન્સિલરો, મ્યુનિસિપલ કમિશનર એન.એફ. ચૌધરી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કિરણસિંહ રાણા સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્હોરા સમાજના બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતોની રજૂઆત થતાં સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું. કાર્યક્રમના અંતે સ્વચ્છ, સુંદર અને વિકસિત વાપી તથા મજબૂત અને આત્મનિર્ભર ભારતના નિર્માણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણ સિવિલમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:વર્ગ-3ના કર્મચારી કે.આર. વાઘેલાએ 80માં સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રધ્વજ લહેરાવી ત્રિરંગાને સલામી આપી
    Next Article
    US To Tell Partners To Pick Sides In AI Competition With China: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment