Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઢોર પકડવાનું અભિયાન હાથ ધરાયું:દાળમીલ રોડ, જોરાવરનગર, 80 ફૂટ રોડ ઉપરથી 30 રખડતા ઢોર પક્ડયા

    2 days ago

    સુરેન્દ્રનગરમાં રખડતા પશુનો ખુબ મોટો ત્રાસ છે. તેમાં પણ આખલાઓ જ્યારે સામસામે આવી જાય છે ત્યારે અનેક લોકોના જીવનું જોખમ થઇ જાય છે. તેના માટે મનપાએ શહેરમાં ઢોર પકડવાનું અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત 30 પશુને પકડીને કૃષ્ણનગર પાણીની ટાંકી પાસે પશુને રાખવામાં આવ્યા હતા. રખડતા પશુને પકડવા માટે અલગ જ ટીમની વ્યવસ્થા કરી છે. આ ટીમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 2258 પશુને પકડવામાં આવ્યા હતા. જે પૈકી 737 પશુને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે હાલના સમયે 604 પશુનો મનપા નિભાવ કરી રહ્યું છે. કારણ કે પાંજરાપોળમાં પણ પશુની સંખ્યા વધી જવાને કારણે હવે પાંજરાપોળ પશુ સ્વીકારવાની ના પાડી રહી છે. આવા સમયે જે વિસ્તારના લોકોની ફરિયાદ આવે છે તે વિસ્તારમાંથી મનપા પશુ પકડવાની કાર્યવાહી કરી રહ્યું છે. મંગળવારના દિવસે મનપાની ટીમ દ્વારા શહેરના દાળમીલ રોડ, જોરાવરનગર અને 80 ફૂટના રોડ ઉપરથી 30થી વધુ પશુને પકડવામાં આવ્યા હતા. પશુની ફરિયાદમાં ઘટાડો પણ કૂતરાની ફરિયાદ વધી ગઇ સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ જ છે. દરરોજ 5થી 7 ફરિયાદ પશુની આવતી હતી જેમાં ઘટાડો થયો છે. પરંતુ બીજી બાજુ રખડતા કૂતરાની ફરિયાદો વધી ગઇ છે. આના માટે મનપાએ અમદાવાદની એજન્સીને સર્વે કરવાની કામગીરી સોંપી છે. સર્વે બાદ કૂતરાને રસી અને ખસીકરણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મહિલાઓ માટે મનોરંજક કાર્યક્રમનું આયોજન કરાયું:મોરબીમાં મહિલાઓએ ‘મ્યુઝિકલ તંબોલા’ની ધમાલ માણી, રોજિંદી વ્યસ્તતા ભૂલી ગૃહિણીઓ સંગીતના તાલે ઝૂમી
    Next Article
    માવઠા સહિત ઋતુની અસર:ઝાલાવડમાં 2025ના માર્ચમાં ઝાડા ઉલટીના 343, 2026ના માર્ચમાં 583 કેસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment