Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    80 લાખની વસ્તી અને બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડોગ:સુરતમાં દિવસે ને દિવસે મળતી બોમ્બની ધમકીઓ વચ્ચે સુરક્ષા માત્ર એક જ શ્વાનના ભરોસે; 12ની જરૂર સામે માત્ર 4ની ફોજ

    6 days ago

    સુરત જેવા મેગા સિટીમાં જ્યાં 80 લાખ લોકો વસે છે, ત્યાં સુરક્ષાનો સમગ્ર દારોમદાર અત્યારે 'ગેલોપ' નામના એકમાત્ર સ્નિફર ડોગ પર આવી ગયો છે. વર્ષ 2008ના સીરિયલ બોમ્બ પ્લાન્ટિંગની ભયાનક યાદો હજુ તાજી છે, ત્યારે આખા શહેરને વિસ્ફોટકોથી સુરક્ષિત રાખવા માટે ગેલોપ રાત-દિવસ એક કરી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, ટેક્સટાઇલ અને ડાયમંડ હબ ગણાતા આ શહેરમાં બોમ્બ ડિટેક્શન માટે હાલ માત્ર ગેલોપ જ સજ્જ છે, જ્યારે એક ટ્રેનિંગમાં, નાર્કોટિક્સ માટે એક અને ટ્રેકર તરીકે એક ડોગનો સમાવેશ થાય છે. જે સુરક્ષા વ્યવસ્થાની ગંભીર સ્થિતિ દર્શાવે છે. વર્ષ 2008માં સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 29 જેટલા જીવંત બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા, જે ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. હાલમાં પણ છેલ્લા ઘણા સમયથી સુરતની શાળાઓ અને સરકારી કચેરીઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. જોકે અત્યાર સુધી આ ધમકીઓ અફવા સાબિત થઈ છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ માટે આ સતત સતર્ક રહેવાનો સમય છે. 80 લાખની જનતાની સુરક્ષા અને 'ગેલોપ' પરનો અતિકાય ભાર સુરત શહેરની વસ્તી અંદાજે 80 લાખથી વધુ છે અને આટલા વિશાળ જનસમુદાયની સુરક્ષા વ્યવસ્થા જાળવવી એ પોલીસ માટે પડકારજનક કાર્ય છે. બોમ્બ ડિસ્પોઝલ અને એક્સપ્લોઝિવ ડિટેક્શન માટે સુરત પોલીસ પાસે હાલમાં માત્ર બે ડોગ સ્નિફર તરીકે ઉપલબ્ધ છે. તેમાંથી પણ એક ડોગ છેલ્લા ત્રણ મહિનાથી એડવાન્સ ટ્રેનિંગ માટે બહાર મોકલવામાં આવ્યો છે. પરિણામે, સમગ્ર સુરત શહેરની એક્સપ્લોઝિવ શોધવાની જવાબદારી હાલમાં એકમાત્ર 'ગેલોપ' નામના શ્વાન પર આવી પડી છે, જે ચિંતાજનક બાબત કહી શકાય. ગેલોપ માટે એકલા હાથે આટલા મોટા શહેરને કવર કરવું મુશ્કેલ ગેલોપ એક અત્યંત પ્રશિક્ષિત સ્નિફર ડોગ છે જે એક્સપ્લોઝિવ (વિસ્ફોટકો) શોધવામાં માહેર છે. શહેરના કોઈપણ ખૂણે બોમ્બની અફવા ફેલાય કે વીઆઈપી મૂવમેન્ટ હોય, ગેલોપને તાત્કાલિક ત્યાં રવાના કરવામાં આવે છે. છેલ્લા ત્રણ મહિનાથી તેનો સાથી ડોગ ટ્રેનિંગમાં હોવાથી ગેલોપ પર કામનું ભારણ બમણું થઈ ગયું છે. કોઈપણ શંકાસ્પદ વસ્તુને સૂંઘીને તેમાંથી વિસ્ફોટક છે કે નહીં તે પારખવામાં ગેલોપની ભૂમિકા નિર્ણાયક છે, પરંતુ એકલા હાથે આટલા મોટા શહેરને કવર કરવું મુશ્કેલ છે. વસ્તી પ્રમાણે ડોગ્સની 12ની જરૂરિયાત સામે માત્ર 4 નિષ્ણાતો અને સુરક્ષાના માપદંડો મુજબ, 80 લાખની વસ્તી ધરાવતા અને 38 પોલીસ સ્ટેશન ધરાવતા સુરત જેવા શહેરમાં ઓછામાં ઓછા 12 ડોગ્સ હોવા જોઈએ. આ ડોગ્સમાં ટ્રેકર, એક્સપ્લોઝિવ સ્નિફર અને નાર્કોટિક્સ ડિટેક્ટરનો સમાવેશ થવો જોઈએ. તેની સામે સુરત પાસે અત્યારે માત્ર ચાર ડોગ કાર્યરત છે. જેમાં બોમ્બ ડિટેક્શન માટે બે (જેમાંથી એક ટ્રેનિંગમાં), નાર્કોટિક્સ માટે એક અને ટ્રેકર તરીકે એક ડોગનો સમાવેશ થાય છે. આ સંખ્યા સુરતની સુરક્ષા માટે અપૂરતી જણાઈ રહી છે. કરોડોની લૂંટ અને ચોરીના ગુનેગારો સુધી પહોંચવા માટે માત્ર પ્રિન્સી સહારો સુરતમાં રોજના અનેક ગુનાઓ નોંધાય છે, જેમાં સામાન્ય ચોરીથી લઈને કરોડોની લૂંટનો સમાવેશ થાય છે. આ ગુનેગારો સુધી પહોંચવા માટે પોલીસ પાસે 'પ્રિન્સી' નામની ડોબરમેન બ્રીડની ટ્રેકર ડોગ છે. જ્યારે પણ કોઈ મોટા ગુનાની ઘટના બને, ત્યારે પ્રિન્સીને ઘટનાસ્થળે લઈ જવામાં આવે છે. 38 પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગમે ત્યાં ચોરી થાય, પ્રિન્સીને જ દોડાવવી પડે છે. કરોડોના હીરાના કારોબાર વચ્ચે એકમાત્ર ટ્રેકર ડોગ પર નિર્ભરતા પોલીસની મર્યાદાઓ સ્પષ્ટપણે છતી કરે છે. નશાકારક પદાર્થો પકડવા માટે પોલીસ પાસે 'ડ્રેક' નામનો બીગલ બ્રીડનો ડોગ સુરત હવે નાર્કોટિક્સના કેસોમાં પણ સંવેદનશીલ બની રહ્યું છે. ડ્રગ્સ અને નશાકારક પદાર્થો પકડવા માટે પોલીસ પાસે 'ડ્રેક' નામનો બીગલ બ્રીડનો ડોગ છે. તેની ઉંમર 5 વર્ષ છે અને તે ખાસ કરીને NDPSના કેસોમાં મદદરૂપ થાય છે. શહેરમાં રોજના સરેરાશ બેથી ત્રણ નાર્કોટિક્સના કેસો નોંધાય છે, જેની સામે તપાસ માટે માત્ર એક જ ડોગ ઉપલબ્ધ છે. ડ્રગ્સ માફિયાઓના વધતા નેટવર્ક સામે ડ્રેક પરનું દબાણ સતત વધી રહ્યું છે જે તપાસની ગતિ ધીમી કરી શકે છે. કેટલાક ડોગ્સની 4થી 6 વર્ષની નોકરી પૂર્ણ પોલીસ ડોગ્સનો કાર્યકાળ સામાન્ય રીતે 10થી 12 વર્ષનો હોય છે. સુરત પોલીસના ડોગ સ્ક્વોડમાં સામેલ શ્વાનોની વય મર્યાદા જોતા, કેટલાક ડોગ્સ 4થી 6 વર્ષની નોકરી પૂર્ણ કરી ચૂક્યા છે. તેમની કામ કરવાની ક્ષમતા જાળવી રાખવા માટે તેમને નિયમિત પ્રેક્ટિસ અને યોગ્ય આહાર આપવામાં આવે છે. જોકે, વધતી જતી ઉંમર અને સતત વધતા કામના ભારણને કારણે તેમની શારીરિક ક્ષમતા પર પણ અસર પડી શકે છે, જે સુરક્ષા વ્યવસ્થામાં ખામી સર્જી શકે તેમ છે. બે અલગ અલગ સ્થળેથી કોલ આવે તો કઈ રીતે સાચવવું તે મોટો પ્રશ્ન માત્ર ડોગ સ્ક્વોડ જ નહીં, પણ બોમ્બ ડિસ્પોઝલ યુનિટ પણ સતત એલર્ટ પર રહે છે. શહેરના વ્યસ્ત વિસ્તારો જેવા કે રેલવે સ્ટેશન, એરપોર્ટ અને મોલ્સમાં નિયમિત રૂટીન ચેકઅપ કરવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ સાચો ખતરો પેદા થાય, ત્યારે ટેકનોલોજીની સાથે સ્નિફર ડોગની સૂંઘવાની શક્તિ સૌથી વધુ કારગત નીવડે છે. હાલની સ્થિતિમાં જો એકસાથે બે અલગ-અલગ સ્થળોએથી કોલ આવે, તો ગેલોપને કઈ રીતે સમયસર પહોંચાડવો તે પોલીસ માટે મોટો ટેકનિકલ પડકાર છે. સુરત જેવા શહેર માટે ડોગ સ્ક્વોડનું સશક્તિકરણ અનિવાર્ય સુરત જેવા સંવેદનશીલ અને આર્થિક રીતે મહત્વના શહેર માટે ડોગ સ્ક્વોડનું સશક્તિકરણ અનિવાર્ય છે. 80 લાખની જનતાની સુરક્ષા માત્ર એક ગેલોપ કે પ્રિન્સી પર છોડી શકાય નહીં. સરકાર અને પોલીસ વહીવટી તંત્રએ તાત્કાલિક ધોરણે નવા ડોગ્સની ભરતી કરવી જોઈએ અને તેમને યોગ્ય તાલીમ આપી સ્ક્વોડમાં સામેલ કરવા જોઈએ. જ્યાં સુધી નવા શ્વાનો નહીં આવે, ત્યાં સુધી સુરતની સુરક્ષાનો સમગ્ર દારોમદાર આ મુઠ્ઠીભર વફાદાર સૈનિકો પર જ રહેશે જે જોખમી સાબિત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ગેસના બાટલા તો જોઇએ, ફ્લેટમાં ચૂલા થોડી સળગાવાય, VIDEO:અમે ગૃહિણીઓ ક્યાં જઈએ, રોજ હોટલનું જમવાનું ના પોસાય; જાણો શું-શું કહ્યું અમદાવાદી ગૃહિણીઓએ
    Next Article
    બ્લેક થાર ને ઘોડો, યોગગુરુના વેશમાં છુપાયેલો ફેક કરન્સીનો કિંગપિન:15 ફૂટ ઉંચી દીવાલ, હાઇટેક ઓફિસમાં સિતાર અને તલવાર; ભાસ્કર પહોંચ્યું સુરતમાં પ્રદીપના ‘રહસ્યલોક’માં...

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment