Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈમાં ભારે વરસાદથી એરપોર્ટ ઠપ્પ:સુરત એરપોર્ટ બન્યું તારણહાર, એક જ અઠવાડિયામાં મુંબઈની 8 ફ્લાઈટોનું STV પર ઈમરજન્સી લેન્ડિંગ

    3 days ago

    મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં શરૂ થયેલા મુસળધાર વરસાદ અને પ્રતિકૂળ હવામાનની સીધી અસર વિમાની સેવાઓ પર જોવા મળી રહી છે. આજે મુંબઈમાં ભારે વરસાદ અને તેજ પવનના કારણે વિઝિબિલિટી નહિવત થઈ જતાં મુંબઈ એરપોર્ટ પર રનવેની કામગીરી એક કલાક માટે સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી હતી. મુંબઈમાં સર્જાયેલી આ કટોકટી વચ્ચે દક્ષિણ ગુજરાતનું સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ (STV) ફરી એકવાર એરલાઈન્સ કંપનીઓ અને મુસાફરો માટે મોટું આશ્વાસન અને તારણહાર સાબિત થયું છે. 3 મહત્વની ફ્લાઈટોને તાત્કાલિક ધોરણે સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી આજે રવિવારે મુંબઈમાં લેન્ડિંગ કરી ન શકેલી અલગ-અલગ શહેરોની 3 મહત્વની ફ્લાઈટોને તાત્કાલિક ધોરણે સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાં ઈન્ડિગો એરલાઈન્સની ત્રિવેન્દ્રમ-મુંબઈ, ચેન્નાઈ-મુંબઈ અને વારાણસી-નવી મુંબઈ ફ્લાઈટનો સમાવેશ થાય છે. મુંબઈ એરપોર્ટની એર ટ્રાફિક કંટ્રોલ (ATC) રૂમ દ્વારા લીલી ઝંડી ન મળતા આ ત્રણેય વિમાનોને સુરતના રનવે પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા. અચાનક ડાયવર્ટ થયેલી ફ્લાઈટોના કારણે સુરત એરપોર્ટ પર થોડા સમય માટે ભારે દોડધામ મચી ગઈ હતી, પરંતુ એરપોર્ટ પ્રશાસનની સજ્જતાને કારણે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને કોઈ મુશ્કેલી પડી ન હતી. એક અઠવાડિયામાં કુલ 8 ફ્લાઈટોને સુરત તરફ ડાયવર્ટ કરવામાં આવી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈ એરપોર્ટ પર પવનની ગતિ 42 નોટ્સ (આશરે 77 કિમી પ્રતિ કલાક) સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે વિમાનોનું લેન્ડિંગ અત્યંત જોખમી બન્યું હતું. આવા સમયે ભૌગોલિક દ્રષ્ટિએ મુંબઈની સૌથી નજીક અને તમામ આધુનિક સુવિધાઓ ધરાવતું સુરત એરપોર્ટ વિમાનોના પાર્કિંગ અને ઈમરજન્સી લેન્ડિંગ માટે દેશનું પ્રાથમિક 'સેફ હેવન' એટલે કે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે. ચિંતાજનક બાબત એ છે કે, આ કોઈ એક દિવસની ઘટના નથી. છેલ્લા 7 દિવસથી પશ્ચિમ ભારતના દરિયાકાંઠે સક્રિય થયેલા ચોમાસાને કારણે મુંબઈનું હવામાન સતત બગડી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં જ મુંબઈ જતી કુલ 8 ફ્લાઈટોને સુરત તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. વારંવાર ડાયવર્ટ થતી ફ્લાઈટોના કારણે સુરત એરપોર્ટનો એર ટ્રાફિક ગ્રાફ અચાનક વધી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    06 જુલાઈનું ટેરો રાશિફળ:કન્યા રાશિના લોકો માટે દિવસ સૂર્ય માફક ચમકદાર, કુંભ રાશિના જાતકોનું ખિસ્સું ભરેલું રહેશે
    Next Article
    "તંત્રના પાપે મર્યા પછી સ્મશાને જવું હોય તો રસ્તો નથી":જૂનાગઢમાં જીવતેજીવ નરકાગાર જેવી સ્થિતિ, વૃદ્ધના અવસાન બાદ હવે સ્મશાન યાત્રા કાઢવા માટે પણ સારો રસ્તો ન બચ્યો: તંત્ર અને કોર્પોરેટરો સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment