Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા લેબર કોડ:8 કલાકથી વધુ કામ પર ડબલ પગાર, PF-ગ્રેચ્યુઇટી વધશે

    16 hours ago

    AMA ખાતે નવા લેબર કોડ અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં 100થી વધુ કંપનીઓના એચઆર અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો જોડાયા હતા. સેમિનારમાં સમજાવવામાં આવ્યું કે નવા નિયમો લાગુ થતાં કર્મચારીઓના કામના કલાકો, પગારની રચના અને સોશિયલ સિક્યોરિટીમાં મહત્વપૂર્ણ ફેરફાર આવશે. હવે રોજ 8 કલાક અને અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ કરાવશે તો કંપનીએ વધારાના સમય માટે ડબલ પગાર આપવો પડશે. આથી કર્મચારીઓ પરનો કામનો દબાણ ઓછો થશે અને કર્મચારીઓના વર્ક-લાઇફ બેલેન્સમાં સુધારો થશે. પહેલા કંપનીઓ પગારને અલગ અલગ એલાઉન્સમાં વહેંચીને બેઝિક સેલેરી ઓછી રાખતી હતી, જેના કારણે પીએફ અને ગ્રેચ્યુઇટી પણ ઓછી મળતી હતી. હવે નવા નિયમ મુજબ કુલ સેલેરીમાંથી ઓછામાં ઓછું 50 ટકા બેઝિક રાખવું ફરજિયાત બનશે. એટલે હવે પીએફ અને ગ્રેચ્યુઇટી આપમેળે વધશે. સેમિનારમાં ઈસીઆઈ માહિતીમાં જણાવાયું કે, 21,000 સુધી પગાર ધરાવતા કર્મચારીઓને સારવાર, અકસ્માત અને મેટરનિટી જેવી સુવિધાઓ મળશે. આ સુવિધા માત્ર કર્મચારી માટે જ નહીં પરંતુ તેમના પરિવાર માટે પણ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત હવે ઓનલાઈન ડિલિવરી પર કામ કરતાં ડિલિવરી વર્કર્સને પણ પીએફ અને ગ્રેચ્યુઇટી જેવા લાભોમાં સામેલ કરવામાં આવ્યા છે. સેશનમાં લેબર લો એક્સપર્ટ શૈલેન્દ્ર સિંઘે જણાવ્યું કે કંપનીઓ આ નવા નિયમોનું પાલન નહીં કરે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. તેમજ 50 હજારથી લઈને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. કંપનીઓ માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી બનશે. નવા લેબર કોડ અમલમાં આવ્યા બાદ કંપનીઓ અને કર્મચારીઓ માટે મોટા ફેરફારો જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    જાહેરનામું:સોલ્ટ વર્કસ માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હટાવાયો
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:જૈન પાઠશાળામાં નિયમિત ન આવી શકતાં બાળકો માટે `લર્ન ફ્રોમ હોમ’ની યોજના શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment