Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માણેકચોકમાં સોનું ગાળવાની ભઠ્ઠીમાં ધડાકા બાદ બિલ્ડિંગ સીલ:8 મહિના પહેલાં પૂર્વ MLA અને સ્થાનિકોએ રજૂઆત કરી હતી, AMC હવે જાગ્યું પણ તપાસ ન કરી

    19 hours ago

    અમદાવાદના માણેકચોક સ્થિત ઘાંચીની પોળમાં ‘બ્રહ્માણી ગોલ્ડ’ નામના મેન્યુફેક્ચરિંગ યુનિટના ધાબા પર સોનું ગાળતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશને બિલ્ડિંગને સીલ કરી દીધું છે. 8 મહિના પહેલાં સ્થાનિકો અને પૂર્વ ધારાસભ્યએ રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. તંત્રની કામગીરી અને બાંધકામ સામે સવાલો ગુરુવારે રાત્રે બ્લાસ્ટ બાદ જાગેલા મધ્ય ઝોન એસ્ટેટ વિભાગે બિલ્ડિંગને સીલ કરી તપાસ હાથ ધરી છે. ધાબા પર પતરાંનો રૂમ બનાવી સોનું ગાળવાની ભઠ્ઠી ચલાવવામાં આવતી હતી. જોકે, આ મિલકત કાયદેસર છે કે ગેરકાયદેસર અને ધાબા પરના પતરાના શેડ અંગે કોર્પોરેશને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. પોળમાં ગેરકાયદે ભઠ્ઠીઓનો ત્રાસ માણેકચોક અને રતનપોળ વિસ્તારમાં 150થી વધુ ભઠ્ઠીઓ ધમધમી રહી છે. અહીં એસિડ, કેમિકલ અને ગેસ સિલિન્ડરના અનિયંત્રિત ઉપયોગ તેમજ દુર્ગંધના કારણે સ્થાનિક રહીશો તંગ આવી ગયા છે. રહેણાંક મિલકતોમાં ચાલતા આ કોમર્શિયલ ઉપયોગ સામે AMC કે GPCB યોગ્ય તપાસ કરતા નથી. તંત્રની આળસથી ભવિષ્યમાં મોટા અકસ્માતનો ભય કોટ વિસ્તારની પોળોમાં રાત-દિવસ ચાલતી ભઠ્ઠીઓથી રહીશોની શાંતિ હણાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, GPCB અને પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠી રહ્યા છે. જો આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર કડક લગામ નહીં કસાય તો ભવિષ્યમાં આનાથી પણ મોટી હોનારત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    સાવરકુંડલા-રાજુલા હાઇવે જામ કરી ત્રણ સિંહે શિકાર કર્યો:વાહનચાલકોએ હોર્ન માર્યા પણ જીવતા પશુને ખાવાનું બંધ ન કર્યું, 25 મિનિટ બાદ ઢસડીને લઈ ગયાં
    Next Article
    Smriti Irani On Life After 2024 Election Defeat: 'I Picked Up My Phone And Asked For Work'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment