Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ મંડલ સહિત 8 કેદીઓને અન્ય જેલમાં ખસેડવા તંત્રની કોર્ટમાં:અઠવાલાઇન્સ MD ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી બિટ્ટુ પાંડેને 5 વર્ષની કેદ, પુરાવાના અભાવે બે આરોપી નિર્દોષ

    16 hours ago

    સુરતની કોર્ટમાં કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા બે મોટા કેસોમાં મહત્ત્વપૂર્ણ કાર્યવાહી જોવા મળી છે. જેમાં લાજપોર મધ્યસ્થ જેલ પ્રશાસન દ્વારા સતિષ મરાઠા હત્યા કેસના મુખ્ય આરોપી રાહુલ મંડલ સહિત આઠ રીઢા કેદીઓને અન્ય જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. બીજી તરફ, અઠવાલાઇન્સ પોલીસ દ્વારા પકડાયેલા 10 લાખના MD ડ્રગ્સ કેસમાં અદાલતે ચુકાદો આપતા મુખ્ય આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે, જ્યારે બે સહ-આરોપીઓને મુક્ત કર્યા છે. લાજપોર જેલમાંથી 8 રીઢા કેદીઓની જેલબદલીની માગ લાજપોર મધ્યસ્થ જેલના સીનિયર જેલર પી.ડી. હીહોરીયા દ્વારા પ્રિઝનર એક્ટ-29 મુજબ અદાલતમાં અરજી કરવામાં આવી છે. ગુજસીટોક અને સતિષ મરાઠા હત્યા કેસના મુખ્ય આરોપી રાહુલ સોમન મંડલ, ઝાલમલાલ ઉર્ફે જગદીશ કલાલ, આશીફ મોતી શેખ, શુભમ ઉર્ફે સન્ની કાલીયા નાવિક, તાબિશ તસ્મીલ મલીક, શિવાકાંત યાદવ, સાગર કોળી અને બીપીન ગડરીયા જેવા આઠ આરોપીઓને સુરક્ષાના કારણોસર અન્ય જિલ્લાની જેલમાં ખસેડવાની માગ કરાઈ છે. જેલ સુરક્ષા અને સાક્ષીઓની સલામતી માટે જોખમ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાના જણાવ્યા મુજબ લાજપોર જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓ હોવા ઉપરાંત આ આરોપીઓ સતત શિસ્તભંગ કરી જેલ સુરક્ષા માટે મોટો ખતરો બની રહ્યા છે. આરોપીઓ જેલ મુલાકાતો અને કોર્ટ મુદતો દરમિયાન બહારની ગેંગ સાથે સંપર્ક જાળવી રાખીને સાક્ષીઓને ધમકાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી, કાયદો-વ્યવસ્થા જાળવવા આ પગલું લેવાયું છે. 10 લાખના ડ્રગ્સ કેસમાં 5 વર્ષની કેદ જૂન 2024માં અઠવાલાઇન્સ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ₹10 લાખની કિંમતનું 100.60 ગ્રામ MD ડ્રગ્સ, મોટરસાઇકલ અને મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા 12 સાક્ષીઓ અને અન્ય પુરાવાઓને આધારે કોર્ટે મુખ્ય આરોપી બિટ્ટુકુમાર સુબોધ પાંડેને દોષિત ઠેરવી પાંચ વર્ષની જેલની સજાનો હુકમ કર્યો છે. પુરાવાના અભાવે બે સહ-આરોપીઓ નિર્દોષ જાહેર આ ડ્રગ્સ કેસમાં પકડાયેલા અન્ય બે આરોપીઓ જિતેશ મિશ્રા અને સંજય યાદવ વિરુદ્ધ પોલીસ કોઈ સીધા કે સ્વતંત્ર પુરાવા રજૂ કરી શકી નહોતી. અદાલતે ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે કાયદા મુજબ માત્ર સહ-આરોપીના નિવેદન પર આધાર રાખીને કોઈને સજા થઈ શકે નહીં, જેના આધારે કોર્ટે શંકાનો લાભ આપી બંનેને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણના પ્રથમ સોમવારે ગઢડાના ગંગેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય દિપમાલા:ભક્તોએ આરતીનો લીધો લાભ, ડાક-ડમરુ અને ઢોલકના તાલે યુવાનોએ ભજન-કીર્તનથી જમાવ્યો માહોલ
    Next Article
    સોમનાથમાં શ્રાવણના પ્રથમ સોમવારે 1.43 લાખ ભક્તો ઉમટ્યા:91 ધ્વજાપૂજા અને 73 સોમેશ્વર મહાપૂજાનો નવો વિક્રમ સર્જાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment