Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં શ્રાવણના પ્રથમ સોમવારે 1.43 લાખ ભક્તો ઉમટ્યા:91 ધ્વજાપૂજા અને 73 સોમેશ્વર મહાપૂજાનો નવો વિક્રમ સર્જાયો

    15 hours ago

    સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનો અભૂતપૂર્વ પ્રવાહ જોવા મળ્યો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં 1.43 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા, જે ગત વર્ષની સરખામણીમાં લગભગ બમણો વધારો દર્શાવે છે. વહેલી સવારથી જ મંદિરના દ્વારે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ‘હર હર મહાદેવ, જય સોમનાથ’ના નાદથી સમગ્ર પ્રભાસ તીર્થ ગુંજી ઉઠ્યું હતું. દેશભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શન અને પૂજન માટે ઉમટ્યા હતા. ઉત્સવનો પ્રારંભ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીના હસ્તે પાલખી પૂજાથી થયો હતો. પરંપરા અનુસાર, સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં ભવ્ય પાલખી યાત્રા યોજાઈ હતી, જેમાં હજારો ભક્તો જોડાયા હતા. શ્રાવણના પ્રથમ સોમવારે 91 ધ્વજાપૂજા કરવામાં આવી હતી, જે અત્યાર સુધીની વિક્રમજનક સંખ્યા હોવાનું ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે. ભક્તોએ વેદોક્ત મંત્રોચ્ચાર અને વિધિવિધાન સાથે ધર્મધ્વજાનું પૂજન કર્યું હતું. સોમનાથ મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે ધ્વજાપૂજા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મંદિર પર ફરકતી ધર્મધ્વજા શ્રદ્ધાળુઓ માટે વર્ષોથી આસ્થાનું વિશેષ કેન્દ્ર રહી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયેલા મહામૃત્યુંજય યજ્ઞમાં પણ ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. શ્રાવણના પ્રથમ સોમવારે યજ્ઞમાં 57 હજારથી વધુ આહુતિઓનું હોમ કરવામાં આવ્યું હતું. આ દિવસે કુલ 73 સોમેશ્વર પૂજા, 937 રુદ્રાભિષેક અને 32 પાઠાત્મક લઘુરુદ્ર સહિતના વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાયા હતા. વૈદિક મંત્રોચ્ચાર અને હવનની સુગંધથી સમગ્ર મંદિર પરિસર આધ્યાત્મિક ઊર્જાથી ભરાઈ ગયું હતું. શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ઉમટેલા ભક્તિસાગરે પ્રભાસ તીર્થને શિવમય બનાવી દીધું હતું. ભક્તોના જયઘોષ, પૂજા-અર્ચના અને યજ્ઞની આહુતિઓ વચ્ચે સોમનાથમાં શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાહુલ મંડલ સહિત 8 કેદીઓને અન્ય જેલમાં ખસેડવા તંત્રની કોર્ટમાં:અઠવાલાઇન્સ MD ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી બિટ્ટુ પાંડેને 5 વર્ષની કેદ, પુરાવાના અભાવે બે આરોપી નિર્દોષ
    Next Article
    Jharkhand Cancels Key Exams: 5 Big Announcements By Hemant Soren

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment