Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ફરાર આરોપીને પોલીસે દબોચ્યો:પ્રોહિબિશન ગુનામાં 8 મહિનાથી નાસતો ફરતો આરોપી હજીરાથી ઝડપાયો, LCBની મોટી કાર્યવાહી

    7 hours ago

    નવસારી જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની પરિણામલક્ષી કામગીરી કરવા માટે એલસીબી સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ બાતમીદારો સક્રિય થઈ વોચ અને વર્કઆઉટમાં હતા. દરમિયાન એલસીબી સ્ટાફના અ.હે.કો. ઘુઘાભાઈ દિનેશભાઈ, પો.કો. દેવદિપસિંહ જગદિશસિંહ તથા પો.કો. સેંઘાભાઈ હિરાજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી ફતેબહાદુર રામબહાદુર રામઅજોર ચૌરસીયાને હજીરા, સુરત ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી જાન્યુઆરી-2026 થી આ ગુનામાં નાસતો ફરતો હોય, એલસીબી ટીમ દ્વારા તેની કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ વલસાડ જિલ્લાનું વાપી ટાઉન પોલીસ સ્ટેશન (વર્ષ 2024) સુરત ગ્રામ્યનું કામરેજ પોલીસ સ્ટેશન (વર્ષ 2015) સુરત શહેરનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન સારી કામગીરી કરનાર પોલીસ ટીમ આ સફળ કામગીરી એલસીબી નવસારીના પી.આઈ. વી.જે. જાડેજા, પીએસઆઈ વાય.જી. ગઢવી, પીએસઆઈ એમ.બી. ગામીત, હેડ કોન્સ્ટેબલ ઘુઘાભાઈ દિનેશભાઈ, હેડ કોન્સ્ટેબલ સંદિપભાઈ પીઠાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દેવદીપસિંહ જગદીશસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સેંધાભાઈ હિરાજી દ્વારા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગાઝિયાબાદમાં લવ-મેરેજના 6 મહિના બાદ યુવતીનું મોત:છત પરથી પડવાનો VIDEO સામે આવ્યો, ભાઈએ કહ્યું-દહેજમાં 30 લાખ અને સ્કોર્પિયો માંગતા સગાઈ તોડી નાંખી હતી, પતિએ ધક્કો માર્યો
    Next Article
    સુરતમાં ધોરણ-5ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી:ટ્યુશન મૂકવાના સમયે માતા ઘરે આવ્યા તો દીકરી લટકતી મળી, કારણ અકબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment