Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 8 શખસના આતંકની ઘટના CCTVમાં કેદ:સંતકબીર રોડ પર વેપારી સાથે પૈસાની લેતીદેતી પ્રશ્ને 3 કારમાં તોડફોડ કરી રૂ.1.80 લાખનું નુકસાન પહોંચાડયું

    2 days ago

    રાજકોટમાં 8 શખ્સોના આતંકની ઘટના CCTV માં કેદ થઈ છે. શહેરના સંતકબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા વેપારી સાથે પૈસાની લેતીદેતી પ્રશ્ને ગત 11 ઓક્ટોબરના રાત્રિના કેટલાક શખ્સો ધોકા અને પાઇપ સાથે પહોંચ્યા હતા અને વેપારીના ઘરની બહાર રાખેલી ત્રણ કારમાં તોડફોડ કરી રૂ.1.80 લાખનું નુકસાન પહોંચાડ્યું હતું. આ સાથે જ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે આ મામલે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના સંતકબીર રોડ પર આવેલી શક્તિ સોસાયટીમાં તા.11 ઓક્ટોબરના મોડી રાત્રે નાણાકીય લેતીદેતીના ડખ્ખામાં એક કાપડના વેપારીના ઘર પર તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ સાથે આવેલા શખ્સોએ ભયનો માહોલ સર્જ્યો હતો. આરોપીઓએ વેપારીની ઘર બહાર પાર્ક કરેલી લક્ઝુરીયસ કારો સહિત ત્રણ વાહનોમાં ભારે તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સંતકબીર રોડ પર પૂજિત રૂપાણી ટ્રસ્ટની પાછળ આવેલી શક્તિ સોસાયટી શેરી નં. 21 માં રહેતા અને હોલસેલ કાપડનો ધંધો કરતા વિરલભાઈ વિજયભાઈ ડોડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. 11 ઓક્ટોબરના રાત્રીના આશરે સવા બાર વાગ્યાની આસપાસ તેઓ દવા લઈને સૂતા હતા. દરમિયાન તેમના પુત્ર શક્તિભાઈએ તેમને જણાવ્યું કે, તેના મિત્ર રોનક અને ભાવેશભાઈ ડોડીયા વચ્ચેના નાણાકીય વ્યવહાર બાબતે તેમના દુરના સગા દિપકભાઈ પ્રતાપભાઈ ડોડીયા અને તેમના પુત્ર સિધ્ધાર્થ ડોડીયાએ ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જે બાદ થોડી જ વારમાં આરોપી દિપક ડોડીયા, સિધ્ધાર્થ ડોડીયા તથા 7 થી 8 અજાણ્યા ઈસમો સફેદ કલરની '44' નંબરની ફોરચ્યુનર ગાડી, સ્વીફ્ટ ગાડી અને એક્ટિવા પર હાથમાં ધોકા અને પાઈપો સાથે શેરીમાં આવી પહોંચ્યા હતા. આરોપીઓએ વેપારીના ઘર પર સોડા બોટલોના ઘા કર્યા હતા અને શેરીમાં પાર્ક કરેલી ગાડીઓ પર ધોકા-પાઈપ વડે હુમલો કરી તોડફોડ કરી હતી. વેપારી અને તેમના પરિવારજનોએ ઘરમાં ભરાઈને તુરંત 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલાં જ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. તપાસ દરમિયાન વેપારીની નીચે મુજબની ગાડીઓમાં ભારે નુકસાન થયેલું જોવા મળ્યું હતું. આ શખ્સો દ્વારા ઓડી કાર (GJ-01 RK-5307)માં પાછળનો કાચ તોડી રૂ.40 હજારનું નુકસાન, ક્રેટા કારમાં (GJ-03 KP-7585): સનરૂફ તોડી રૂ.90 હજારનું નુકસાન અને સ્વીફ્ટ કાર (GJ-03 NF-8706) માં આગળ-પાછળના તથા દરવાજાના કાચ તોડી રૂ.50 હજારનું નુકસાન કર્યું હતું. આમ કુલ મળીને આશરે રૂ.1.80 લાખનું નુકસાન પહોંચાડી આરોપીઓ જાહેર જગ્યા પર ગાળો આપી ફરાર થઈ ગયા હતા. આ અંગે વિરલભાઈ ડોડીયાની ફરિયાદના આધારે પોલીસે દિપક પ્રતાપભાઈ ડોડીયા, સિધ્ધાર્થ દિપકભાઈ ડોડીયા તથા 7 થી 8 અજાણ્યા ઈસમો સામે BNSની કલમ- 351(3), 324 (5), 352, 189(2), 190, 191 (2) અને જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ રાયોટીંગ, તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપામાં વોર્ડ નં-6માં કોંગેસની પેનલ જીતી:વોર્ડ નં-7માં નગીન નાડીયાની જીત; 1, 3, 4, 5, 9, 10માં ભાજપની પેનલ જીતી; જીતેલા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ
    Next Article
    છોટા ઉદેપુર નપા વોર્ડ-4ની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય:ત્રિપાંખિયા જંગમાં રજનીબેન રાઠવા 752 મતથી જીત્યાં, કાર્યકરોમાં ઉત્સાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment