Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુર નપા વોર્ડ-4ની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય:ત્રિપાંખિયા જંગમાં રજનીબેન રાઠવા 752 મતથી જીત્યાં, કાર્યકરોમાં ઉત્સાહ

    2 days ago

    છોટા ઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-4માં યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થતાં ભાજપે જીત મેળવી છે. ભાજપનાં મહિલા ઉમેદવાર રજનીબેન જયદીપભાઈ રાઠવાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને હરાવી 752 મતની સરસાઈથી વિજય મેળવ્યો છે. પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપનાં રજનીબેન રાઠવાને 1108 મત મળ્યા છોટા ઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-4ના એક સભ્યની બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. આજે જાહેર થયેલા પરિણામમાં ભાજપનાં ઉમેદવાર રજનીબેન જયદીપભાઈ રાઠવાને સૌથી વધુ 1108 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઈ રણજીતભાઈ રાઠવાને 356 મત અને આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર કૈલાશબેન ભાવસિંહભાઈ રાઠવાને 326 મત મળ્યા હતા. આમ, રજનીબેન રાઠવા 752 મતની સરસાઈ સાથે વિજેતા જાહેર થયાં હતાં. પૂર્વ સભ્યનું પદ રદ થતાં પેટાચૂંટણી યોજાઈ છોટા ઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-4નાં પૂર્વ પ્રમુખ અને પૂર્વ સભ્ય મંજુલાબેન કોલીનો જાતિનો દાખલો ખોટો ઠરતાં તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજવાની જરૂર ઊભી થઈ હતી. ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર રજનીબેન રાઠવાએ જીત મેળવીને બેઠક પર કબજો જમાવ્યો છે. જીત બાદ ભાજપના કાર્યકરોમાં જશ્નનો માહોલ પેટાચૂંટણીમાં ભાજપનાં મહિલા ઉમેદવાર રજનીબેન જયદીપભાઈ રાઠવાની જીત જાહેર થતાં જ પક્ષના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 752 મતની સરસાઈથી મળેલી જીતને પગલે કાર્યકરોએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. વોર્ડ નંબર-4ની આ પેટાચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવી પોતાની સ્થિતિ મજબૂત કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 8 શખસના આતંકની ઘટના CCTVમાં કેદ:સંતકબીર રોડ પર વેપારી સાથે પૈસાની લેતીદેતી પ્રશ્ને 3 કારમાં તોડફોડ કરી રૂ.1.80 લાખનું નુકસાન પહોંચાડયું
    Next Article
    બોટાદમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસનો વિરોધ:જ્યોતિગ્રામ સર્કલથી રેલી કાઢી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment