Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૈશના ત્રણ આતંકીઓને પાલનપુર લવાયા:ભાગળ ગામે રિકન્સ્ટ્રક્શન શરૂ, ગુજરાતમાંથી ઝડપાયેલા 8 આતંકીઓ મામલે ATSની તપાસ તેજ

    1 day ago

    રાજ્યમાં રથયાત્રા પૂર્વે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. જૈશ-એ-મહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા હોવાના શંકાસ્પદ સંબંધોને લઈને ATS દ્વારા રાજ્યભરમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ ગામનું નામ પણ તપાસના કેન્દ્રમાં આવ્યું છે. ભાગળ ગામેથી ઝડપાયેલા ત્રણ આરોપીઓને ATS રિમાન્ડ દરમિયાન તપાસના ભાગરૂપે ગામમાં લાવવામાં આવ્યા છે. અહીં ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન આરોપીઓની હિલચાલ, સંપર્કો અને અન્ય મહત્વપૂર્ણ પાસાઓની ચકાસણી માટે ATS સ્થળ પર જઈ પુરાવા એકત્રિત કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન સ્થાનિક પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ તપાસ ચાલુ હોવાથી અધિકારીઓ તરફથી વધુ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.
    Click here to Read More
    Previous Article
    ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જયંતિ:PM મોદી બોલ્યા- આર્ટિકલ 370 હટાવવું તેમને સૌથી મોટી શ્રદ્ધાંજલિ, અમિત શાહ પૈતૃક ઘરે જઈને શ્રદ્ધાંજલિ આપશે
    Next Article
    ટ્રાફિક અને અકસ્માત ઘટવાની જગ્યાએ વધ્યા:શાહીબાગ સિવિલ હોસ્પિટલ પાસે 10 મીટરના રોડ પર ડિવાઈડર બનાવ્યું, રોજ અકસ્માત અને રોંગ સાઈડમાં લોકો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment