Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ઝોમેટો ડિલિવરી બોયનો 8માં માળેથી કૂદી આપઘાત:પરિવારે કહ્યું- પોલીસે માર મારતા ડિપ્રેશનમાં આવીલ ઝંપલાવ્યું, આત્મહત્યા નહીં મર્ડર છે; ACPએ કહ્યું- તટસ્થ તપાસ થશે

    8 hours ago

    વડોદરાના અટલાદરામાં આવેલા માધવનગરમાં રહેતા યુવકે આઠમાં માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, પોલીસના મારના ડરથી યુવાને ડિપ્રેશનમાં આવીને ટેરેસ પરથી નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. આ આત્મહત્યા નથી, પણ મર્ડર છે. જોકે, આ મામલે ACPએ કહ્યું હતું કે, સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે. શું છે સમગ્ર મામલો? માધવનગર વુડાના મકાનમાં રહેતા 31 વર્ષીય દિલીપ વસાવા નામના યુવકનો અન્ય મિત્રો સાથે ઝઘડો થયો હતો. જેમાં પોલીસની ગાડી બોલાવવામાં આવી હતી, જેને લઈને પરિવારજનોનો આક્ષેપ છે કે, પોલીસ દ્વારા ઢોર માર મારવાથી ગભરાઈને ટેરેસ પરથી નીચે પડતું મૂકી હતું. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને થતા પોલીસ અધિકારી ઘટનાસ્થળે ગયા આવ્યા હતા. પરિવારજનોએ પોલીસ કમિશનરને પણ આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી હતી. જ્યારે એસીપી દ્વારા ઘટનાની સંપૂર્ણ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાનો આશ્વાસન આપવામાં આવ્યું હતુ. 'મારો ભાઈ ત્યાં જ ખલાસ થઈ ગયો હતો' મૃતકની બહેન કાજલ વસાવાએ જણાવ્યું હતું કે, હું ઘરમાં હતી ત્યારે નીચે કંઈક બોલાબોલી થતી હતી. મને ખબર નહોતી કે શું મામલો છે, પણ જ્યારે મારા ભાભી ઉપર આવ્યા ત્યારે ખબર પડી કે પોલીસવાળા મારા ભાઈને ખૂબ જ મારી રહ્યા છે. મારો ભાઈ નીચેથી ડાયરેક્ટ ઉપર ગયો અને પછી નીચે પડવાનો અવાજ આવ્યો. હું દોડીને નીચે ગઈ ત્યારે મારો ભાઈ ત્યાં જ ખલાસ થઈ ગયો હતો. પોલીસવાળા પણ ત્યાં જ ઊભા હતા. 'આ આત્મહત્યા નથી, પણ મર્ડર છે' વધુમાં જણાવ્યું હતું કે, અંદરોઅંદર છોકરાઓ કંઈક મગજમારી કરતા હતા, પણ જે છોકરા સાથે ઝઘડો થયો હતો એણે ફરિયાદ નથી કરી. તો પછી ફરિયાદ કોણે કરી અને શેના માટે કરી એની અમને કંઈ જ જાણ નથી. અમને ખુદને ખબર નથી કે, પોલીસે એને એટલો બધો માર માર્યો કે એ ડિપ્રેશનમાં આવી ગયો અને ઉપરથી ઝંપલાવી દીધું. આ આત્મહત્યા નથી, પણ મર્ડર છે. મારા ભાઈનો કોઈ જ ગુનાહિત ઇતિહાસ નથી. મારો ભાઈ ઝોમેટોમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. 'પોલીસે તેને દંડા વડે ખૂબ જ માર માર્યો' તેઓએ કહ્યું કે, અટલાદરા પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસવાળા બે-ત્રણ ગાડીઓ લઈને આવ્યા હતા. મારા ભાભી જ્યારે તેમને રોકવા ગયા તો પોલીસે એમને પણ ધમકાવ્યા કે 'તું પણ રસ્તામાંથી હટી જા નહીં તો તને પણ મારીશું.' માધવનગરની પબ્લિકે જોયું છે કે પોલીસે તેને દંડા વડે ખૂબ જ માર માર્યો હતો. અમારી એક જ માંગ છે કે, જે પોલીસવાળાએ મારા ભાઈને માર્યો છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે. ફરિયાદ કોણે કરી હતી અને કેવી ફરિયાદ હતી કે પોલીસે આટલો બધો માર મારવો પડ્યો? હવે આ નાના નાના છોકરાઓનું શું થશે? તેમનું ભવિષ્ય શું? ઘરમાં મારો ભાઈ જ એક કમાનાર વ્યક્તિ હતો. 'એમને મારશો નહીં, એમને માથામાં વાગેલું છે' મૃતકની પત્ની પાયલબેન વસાવાએ જણાવ્યું હતું કે, મારા પતિ અને એમના મિત્ર વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. તેઓ અંદરોઅંદર ઝઘડતા હતા, તે દરમિયાન કોઈએ પોલીસ બોલાવી લીધી. પોલીસ આવ્યા પછી, ત્રણ પોલીસકર્મીઓએ ભેગા મળીને મારા પતિને ખૂબ જ માર માર્યો હતો. આ સમયે મેં પોલીસવાળાને વિનંતી કરી હતી કે "એમને મારશો નહીં, એમને માથામાં વાગેલું છે અને અગાઉ ઓપરેશન પણ કરાવેલું છે." મેં એમને બચાવવા માટે વચ્ચે પડીને બાથમાં લીધા, ત્યારે પોલીસવાળાએ મને ધક્કો મારી દીધો અને કહ્યું, 'તું પણ વચ્ચેથી હટી જા, નહીં તો તને પણ મારીશું.' મારા પતિને મારવાનો પોલીસને હક કોણે આપ્યો? વધુમાં જણાવ્યું હતું કે, પોલીસના મારથી ડરીને મારા પતિ ત્યાંથી ભાગી ગયા અને ટેરેસ પર ચઢી ગયા. પોલીસના અત્યાચાર અને મારથી કંટાળીને તેમણે ત્યાંથી છલાંગ લગાવી દીધી હતી. મારા પતિને મારવાનો પોલીસને આટલો બધો હક કોણે આપ્યો? જે પોલીસકર્મીઓએ મારા પતિ પર હાથ ઉપાડ્યો છે, તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. સાથે જ જેણે ખોટી ફરિયાદ કરી હતી તેને પણ હાજર કરવામાં આવે, પોલીસના માર અને દબાણને કારણે જ તેમણે ટેરેસ પરથી છલાંગ લગાવી છે. અમને ન્યાય મળવો જોઈએ. 'પોલીસના માણસો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા' ACP એ.વી. કાટકડે જણાવ્યું હતું કે, ગઈકાલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત મોતનો બનાવ દાખલ કરવામાં આવ્યો છે. હકીકત એવી છે કે, રાત્રિના 12 વાગ્યાની આસપાસ માધવનગર વુડાથી સુનિલભાઈ નામના એક વ્યક્તિ પોલીસ સ્ટેશને આવ્યા હતા અને જાણ કરી હતી કે ત્યાં ઝઘડો થઈ રહ્યો છે. માહિતી મળતા પોલીસના માણસો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં જોયું તો ઘણા લોકો ભેગા થયેલા હતા, જેથી પોલીસે ત્યાં હાજર લોકોને વિખેરી નાખ્યા હતા. 'ઉપરથી કંઈક પડવાનો અવાજ આવ્યો' જ્યારે પોલીસ ત્યાંથી પરત રવાના થઈ રહી હતી, તે દરમિયાન ઉપરથી કંઈક પડવાનો અવાજ આવ્યો હતો. આ અવાજ સાંભળીને ત્યાંના અન્ય લોકો અને પોલીસે તે દિશામાં જઈને તપાસ કરી તો એક વ્યક્તિ નીચે પડેલો જોવા મળ્યો હતો. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. 'આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે' પરિવારજનો એવો આક્ષેપ કરી રહ્યા છે કે, પોલીસ ત્યાં આવી હતી અને પોલીસે તેને માર માર્યો હતો, જેના ડરથી તેણે આ પગલું ભર્યું છે. આ વિશે આપનું શું કહેવું છે? તેવા સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, આ બાબતે વિગતવાર અને તટસ્થ તપાસ કરવામાં આવશે. તપાસ પૂરી થયા પછી જે કંઈ પણ સત્ય હકીકત બહાર આવશે, તે મુજબ કાયદેસરના પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રયાન રિકલ્ટને મુંબઈ માટે સૌથી ઝડપી સદી ફટકારી:માત્ર 44 બોલમાં સેન્ચુરી પૂરી કરી; MIએ હૈદરાબાદ સામે મજબૂત સ્કોર ઊભો કરવાની સ્થિતિમાં
    Next Article
    Man Stabs Girlfriend, Her Mother To Death Near Mumbai, Then Attempts Suicide

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment