Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં 8 કલાક વીજ કાપ:કોમર્શિયલ બિલ્ડિંગ ડિમોલિશનના કારણે સવારે 9 થી સાંજે 5 સુધી વીજ પુરવઠો બંધ રહેશે

    15 hours ago

    વેરાવળ શહેરમાં 21 ઓગસ્ટના રોજ 8 કલાકનો વીજ કાપ રહેશે. 11 કેવી ગર્લ્સ સ્કૂલ ફીડર વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડિંગના ડિમોલિશનની કામગીરીને કારણે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ નિર્ણય જાહેર સલામતી અને વીજ લાઇનોના રક્ષણ માટે લેવાયો છે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર, 11 કેવી ગર્લ્સ સ્કૂલ ફીડર સાથે સંકળાયેલા વિસ્તારોમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ દરમિયાન વીજ લાઇનો અને સ્થાપનોને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે વીજ પુરવઠો બંધ રાખવો અનિવાર્ય છે. આ વીજ કાપથી ખારવાવાડ, વાલ્મિકી વિસ્તાર, બકાલા માર્કેટ, મચ્છી માર્કેટ, ભાંડા શેરી, માવજી મૂળજી બિલ્ડિંગ, ધાવા ખાના, બાટલી મઢી, સાગર ભુવન, કામનાથ ચોક અને ખારા કુવા સહિતના વિસ્તારો પ્રભાવિત થશે. ડિમોલિશનની કામગીરી પૂર્ણ થયા બાદ જરૂરી સમારકામ હાથ ધરાશે અને કામગીરી પૂર્ણ થતાં જ વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવશે. આ માટે કોઈ અલગથી જાણ કરવામાં આવશે નહીં. વીજ વિભાગે ગ્રાહકોને વીજ પુરવઠો બંધ રહેવાના સમયગાળા દરમિયાન જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવા અને વીજ ઉપકરણો અંગે તકેદારી રાખવા સૂચના આપી છે. વીજ પુરવઠા અંગે કોઈ ફોલ્ટ કે ઇમરજન્સી સમસ્યા સર્જાય તો વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટર નં. 96876 33787 તથા 02876 22210 પર સંપર્ક કરી શકાશે.આ ઉપરાંત, વીજ વિભાગ દ્વારા નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખી વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB (અર્થ લીકેજ સર્કિટ બ્રેકર) લગાવવાની અપીલ પણ કરવામાં આવી છે. ELCB વીજ લીકેજની સ્થિતિમાં સુરક્ષા પૂરી પાડી વીજ અકસ્માતનું જોખમ ઘટાડે છે. આથી, અસરગ્રસ્ત વિસ્તારોના વીજ ગ્રાહકોને 21 ઓગસ્ટના રોજ સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધીના વીજ કાપની નોંધ લઈ જરૂરી કામગીરી અગાઉથી પૂર્ણ કરી લેવા વીજ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કેનેડા, ફિનલેન્ડ અને પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે ઠગાઈ:નડિયાદના કન્સલ્ટન્ટ સહિત 15થી વધુ લોકો પાસેથી રૂ.1.23 કરોડની છેતરપિંડી આચરી, વડોદરાના પિતા-પુત્ર સામે ફરિયાદ
    Next Article
    Stern Behaviour By Boss Can't Be Considered Abetment Of Suicide: Top Court

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment