Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનેડા, ફિનલેન્ડ અને પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે ઠગાઈ:નડિયાદના કન્સલ્ટન્ટ સહિત 15થી વધુ લોકો પાસેથી રૂ.1.23 કરોડની છેતરપિંડી આચરી, વડોદરાના પિતા-પુત્ર સામે ફરિયાદ

    14 hours ago

    વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી તિરુપતિ ઈમિગ્રેશન કન્સલ્ટન્સીના સંચાલક પિતા-પુત્રએ કેનેડા, ફિનલેન્ડ અને પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે 15થી વધુ લોકો પાસેથી રૂ.1.23 કરોડની છેતરપિંડી આચરી છે. નડિયાદના એક કન્સલ્ટન્ટે કરેલી ફરિયાદના આધારે અકોટા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, નડિયાદના 36 વર્ષીય કન્સલ્ટન્ટ જૂન-2023માં પરિવાર સાથે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા હતા. મિત્ર મારફતે તેઓ અલકાપુરી સ્થિત તિરુપતિ ઈમિગ્રેશન કન્સલ્ટન્સીની ઓફિસે ગયા હતા. ત્યાં સંચાલક જિજ્ઞાસુ પટવાએ કેનેડા વર્ક પરમિટ વિઝાની પ્રક્રિયા માટે રૂ.9.50 લાખનો ખર્ચ હોવાનું જણાવી કરાર કર્યો હતો. IELTS ક્લાસના નામે તેમના પુત્ર કશ્યપ પટવાએ રૂ.50 હજાર રોકડા લીધા હતા. ત્યારબાદ કેનેડા વર્ક પરમિટની પ્રક્રિયા માટે અલગ-અલગ તારીખે ચેક મારફતે કુલ 8.50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ ઉપરાંત ઝડપી કામગીરી કરવાના બહાને વધુ 2 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. આમ, મોટી રકમ ચૂકવ્યા બાદ પણ વર્ક પરમિટની પ્રક્રિયા પૂર્ણ કરી નહોતી અને કન્સલ્ટન્સી તરફથી માત્ર ફોન અને ઈ-મેઈલ મારફતે આશ્વાસન આપવામાં આવતું હતું. વિઝા રિજેક્ટ થયો હોવાની જાણ પણ કરવામાં આવી નહોતી. આ ઉપરાંત પિતા-પુત્રે અન્ય લોકો પાસેથી પણ કેનેડા, ફિનલેન્ડ અને પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયા લીધા હતા. તેમાં વડોદરા, નડિયાદ, આણંદ, સુરત અને ભરૂચ સહિતના વિસ્તારોના લોકોનો સમાવેશ થાય છે. અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી રૂ.11 લાખ, રૂ.13.50 લાખ, રૂ.9.50 લાખ, રૂ.1.50 લાખ, રૂ.3.75 લાખ, રૂ.11 લાખ, રૂ.11.50 લાખ, રૂ.11 લાખ, રૂ.2.33 લાખ, રૂ.2.33 લાખ, રૂ.11 લાખ, રૂ.5 લાખ, રૂ.11 લાખ, રૂ.6.15 લાખ અને રૂ.1.50 લાખ જેવી રકમ ઓનલાઈન તેમજ રોકડ સ્વરૂપે લીધી હતી. કુલ 1,23,06,000 રૂપિયા લીધા હતા અને વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે નાણાં લીધા બાદ યોગ્ય વિઝા પ્રક્રિયા નહીં કરી છેતરપિંડી કરી હતી. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ પાલિકામાં લાઈટ-પંખા ચાલુ રાખી વીજળીનો દુર્વ્યય:કચેરીમાં અધિકારી ગેરહાજરી લાઈટ-પંખા ચાલુ; અનધિકૃત એસી ખરીદી અંગે પણ તપાસની માંગ
    Next Article
    વેરાવળમાં 8 કલાક વીજ કાપ:કોમર્શિયલ બિલ્ડિંગ ડિમોલિશનના કારણે સવારે 9 થી સાંજે 5 સુધી વીજ પુરવઠો બંધ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment