Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીખલીમાં 8, નવસારીમાં 7 ઇંચ:ચાર દિવસ અતિ ભારે વરસાદ, ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી પકડાયા, ગોંડલમાં માતા-પિતાએ જુવાનજોધ દીકરાને પતાવી દીધો

    एक दिन पहले

    દ.ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળ્યું મેઘરાજાએ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળ્યું..નવસારીના ચીખલીમાં 8 ઈંચ વરસાદથી જળબંબાકાર થયો..ડાંગના વઘઈમાં 2 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો..લોકોના ઘરોમાં કમર સુધી પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો ચાર કલાકમાં સાત ઈંચ વરસાદથી જળભરાવ વલસાડમાં 4 કલાકમાં સાત ઈંચ વરસાદ પડ્યો.. નીચાણવાળા વિસ્તારોમાં 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું . .પાણી ભરાતા 27 રસ્તા બ્લોક કરાયા.. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે NDRFની ટીમો તહેનાત કરવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો પોતાની ભૂલ ઢાંકવા લોકો પર દોષનો ટોપલો કડીમાં ગુરુવારની મોડી રાતથી સવાર સુધીમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો. કરણનગરની 25 સોસાયટીઓમાં પાણી ભરાયા.ત્રણ અંડરબ્રિજ સ્વિમિંગ પૂલ બનતા વાહનવ્યવહાર બંધ કરાયો. જો કે પોતાની ભૂલ ઢાંકવા નગરપાલિકાના પ્રમુખે કહ્યું કે લોકોએ કચરો નાખતા ગટરો પેક થઈ ગઈ અને પાણી ભરાયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા રથયાત્રાના 13 દિવસ પહેલા જ ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી. ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી જૈશ-એ - મહોમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓ ઝડપી પાડ્યા.આતંકીઓ ગુજરાતમાં સંગઠન એક્ટિવ કરવાની કામગીરી કરી રહ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો માતાપિતાએ જુવાનજોધ દીકરાની ઘાતકી હત્યા કરી ગોંડલના ગુંદાળા ગામમાં માતાપિતાએ જુવાનજોધ દીકરાની હત્યા કરી. માતાએ એસિડ પીવડાવ્યું અને પિતાએ ગળેટૂંપો આપ્યો.દીકરો સરકારી નોકરીની તૈયારી કરતો હતો, પણ પિતા તેને ચાની કીટલીએ બેસાડવા માગત હતા. જેની તકરારમાં દીકરાનો જીવ લીધો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો ગિફ્ટસિટીના શૂટ સ્પેસ કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ ગાંધીનગર ગિફ્ટસિટીના શૂટ સ્પેસ ડિજિટલ કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ.. કંપનીએ છેતરપિંડી આચરવા માટે 12,500થી વધુ રોકાણકારોના પાનકાર્ડનો દૂરુપયોગ કર્યો હતો..કૌભાંડની તપાસ માટે SITની રચના કરાઈ છે. જેમાં નિષ્ણાત સીએને પણ રાખવામાં આવ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો નાસીરનગરના વિસ્થાપિતોને ઘર મળવાના આદેશથી ખુશી નાસીરનગરની વિસ્થાપિતોને જ્યાં રહેતા હતા ત્યાં જ તેમને ફરીથી મકાનો બાંધી આપવાના હાઇકોર્ટના આદેશથી ફટાકડા ફુટ્યા ... નાના બાળકો થી લઇને વૃદ્ધો સુધી તમામ લોકો ઝુમી ઉઠ્યા... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો મોડી રાત્રે બે ફ્લેટ પર ફાયરિંગ વડોદરાના ગોત્રીમાં બે અરૈના-48 એપાર્ટમેન્ટના બે ફ્લેટમાં ફાયરિંગ... ફ્લેટ નંબર 201 પર પરિવાર સુતો હતો ત્યારે ફાયરિંગ, ગોળીબારથી કાચ તૂટી ગયા ,,,,તો ફ્લેટ 301માં પણ કારતૂસ મળી આવી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો દેશભરમાં 1,117 સાયબર ફ્રોડ કેસો સાથે કનેક્શન ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક હેકિંગ કેસમાં ₹161 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ, ચાર આરોપીઓની ધરપકડ, દેશભરના 1,117 સાયબર ફ્રોડ કેસો સાથે કનેક્શન, ₹802 કરોડના ફ્રોડની વિગતો સામે આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો PM આવાસના લાભાર્થીને 4.97 લાખનું વીજ બિલ ન્યૂ વાવોલમાં ગુડાના મકાનમાં રહેતા લાભાર્થીને રુ 4.97 લાખનું બિલ ફટકારાતા ચકચાર મચી... . ગરીબીમાં આવેલી આ આફતથી પરિવારના હોંશ ઉડી ગયા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ઇન્સ્ટાગ્રામને બાળ યૌન શોષણવાળી જાહેરાત પર સમન:META સામે સરકાર આકરા પાણીએ, કહ્યું- 'બાળકો વિરુદ્ધનું કન્ટેન્ટ સહન નહીં થાય'
    Next Article
    જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ:હવામાન વિભાગનું અમરેલી જિલ્લામાં રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, દરિયાકાંઠે હાઈટાઈડની સ્થિતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment