Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીના દિવસે અમદાવાદ-ગાંધીનગરમાં મેટ્રોના સમયમાં ફેરફાર:8 નવેમ્બરે મેટ્રો ટ્રેન અમદાવાદમાં સાંજે 7 અને ગાંધીનગરમાં સાંજે 6 વાગ્યા સુધી જ મળશે

    8 hours ago

    ​દિવાળીના તહેવાર દરમિયાન જાહેર માર્ગો પર થતી ફટાકડાની આતશબાજીને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીના દિવસે, એટલે કે 8 નવેમ્બરે અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો સેવાના નિયમિત સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં સાંજે 7 અને ગાંધીનગરમાં સાંજે 6 વાગ્યા સુધી જ મેટ્રો મળશે. દિવાળીની રાત્રે મેટ્રો ટ્રેનો મોડે સુધી દોડશે નહીં. 8 નવેમ્બરે અમદાવાદમાં થલતેજથી 7.05 વાગ્યે મેટ્રોનો છેલ્લો ફેરો ​સામાન્ય દિવસોમાં અમદાવાદમાં સવારે 6:20થી રાત્રે 11:00 વાગ્યા સુધી અને ગાંધીનગરમાં રાત્રે 9:00 વાગ્યા સુધી મેટ્રો કાર્યરત રહે છે. જો કે 8 નવેમ્બરે અમદાવાદમાં સાંજે 7:00 વાગ્યા સુધી અને ગાંધીનગરમાં સાંજે 6:00 વાગ્યા સુધી જ મેટ્રો સેવાઓ ઉપલબ્ધ રહેશે. જ્યારે વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી છેલ્લો ફેરો સાંજે 7 વાગ્યે અને થલતેજથી 7.05 વાગ્યાનો રહેશે. ઉપરાંત APMCથી કોટેશ્વર રોડ 7.08 વાગ્યે અને કોટેશ્વરથી એપીએમસી 7.05નો રહેશે. જ્યારે એપીએમસીથી મહાત્મા મંદિર સાંજે 5.30 વાગ્યે અને મહાત્મા મંદિરથી એપીએમસી સાંજે 6.08 વાગ્યે રહેશે. તેમજ એપીએમસીથી ગિફ્ટ સીટી સાંજે 5.16 વાગ્યે અને ગિફ્ટસિટીથી એપીએમસી સાંજે 6.21 વાગ્યે ઉપડશે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના BAPS મંદિરમાં ધનતેરસે લક્ષ્મીપૂજન થયું:સંતોએ ઠાકોરજીનું પૂજન કર્યું, હરિભક્તોએ ધનલક્ષ્મીની પૂજા કરી
    Next Article
    Ahmedabad to Saurashtra Bus Fare |અમદાવાદથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસના ભાડામાં 2 થી 3 ગણો વધારો|Diwali

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment