Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાંથી માત્ર 8 કિલો અખાદ્ય જથ્થો મળ્યો!:મેયરનાં આદેશ બાદ જોરશોરથી શરૂ થયેલી ઝુંબેશ ઢીલી પડી! માવા-બરફી અને પેંડા સહિત 7 નમુના લેવાયા, ત્રણ મહિને રિપોર્ટ

    6 hours ago

    રાજકોટમાં મેયરના આદેશ બાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી માટે જે ચેકિંગ ઝુંબેશ જોરશોરથી શરૂ કરવામાં આવી હતી તે ગણતરીના મહિનાઓમાં હવે તદ્દન ઢીલી પડી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં સર્વેલન્સ ચેકિંગ દરમિયાન આરોગ્ય શાખાની ટીમે કુલ 44 જેટલી પેઢીઓ અને રેસ્ટોરન્ટ્સમાં તપાસ કરી હતી, પરંતુ આટલી મોટી સંખ્યામાં દરોડા પાડવા છતાં ફૂડ વિભાગને સ્થળ પરથી માત્ર 8 કિલો જેટલો જ અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો મળ્યો હતો, જેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અખાદ્ય હોવાની શંકાના આધારે FSSAI એક્ટ હેઠળ વિવિધ મીઠાઈ અને માવાના કુલ 7 નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. 3 પેઢીને સ્ટોરેજ, લાયસન્સ અને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફૂડ વિભાગનાં જણાવ્યા મુજબ લક્ષ્મી જાંબુ પેઢીમાંથી મીઠો માવો (લુઝ) અને બરફી મીઠાઈ (લૂઝ)ના નમૂના લેવાયા હતા. જય જલારામ દુગ્ધાલય જાંબુમાંથી PDP-સ્વીટ દેશી માવો, વાત્સલ્ય મીઠો માવો અને પેંડા (લૂઝ)ના સેમ્પલ લેવાયા છે, જ્યારે શ્રી રામ જાંબુમાંથી ગીર માધવ મીઠો માવો (લુઝ) અને બરફી (લુઝ)ના નમૂના એકત્ર કરવામાં આવ્યા છે. આજની આ કામગીરી દરમિયાન આરોગ્યના નિયમોનું અનાદર કરતી કુલ 3 પેઢીને સ્ટોરેજ, લાયસન્સ અને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપીને કુલ રૂ. 6000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. શ્રેયસ ટ્રેડ લિંકને 5000નો દંડ ફટકાર્યો ફૂડ વિભાગ દ્વારા રૈયા રોડ પર સદગુરુ તીર્થધામ સામે આવેલ રોયલ પંજાબી એન્ડ ચાઈનીઝને હાઈજેનિક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટિસ આપી, ત્યાંથી મળેલ 8 કિલો મંચુરિયન તથા અન્ય અખાદ્ય ફૂડનો નાશ કરી રૂ. 500નો ચાર્જ વસૂલાયો હતો. સુભાષનગર-3નાં ઈવા એપાર્ટમેન્ટમાં આવેલ પુજારા મેડિકલ સ્ટોરને પણ લાયસન્સ બાબતે નોટિસ આપી રૂ. 500 નો દંડ કરાયો હતો. તેમજ 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા સર્કલ પાસે આવેલ શ્રેયસ ટ્રેડ લિંકને અયોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કન્ડિશન બદલ નોટિસ આપી રૂ. 5000 નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ખાનગી રાજકોટ રોયલ મેલાના 8 ફૂડ સ્ટોલમાં ચેકિંગ તપાસની આ કાર્યવાહી અંતર્ગત મહાનગરપાલિકાની ટીમો દ્વારા અયોધ્યા ચોક પાસે ચાલી રહેલ ખાનગી રાજકોટ રોયલ મેલામાં આવેલા તમામ 8 ફૂડ સ્ટોલનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સિવાય ગોંડલ રોડ પર મહાદેવ પેટીસ તેમજ રૈયા રોડ પર આવેલ પ્રણામી ફરસાણ માર્ટ, બાલાજી નમકીન સ્વીટમાર્ટ, હરભોલે ફરસાણ, ભગવતી ફરસાણ માર્ટ, શ્રી ખોડીયાર વિજય ડેરી ફાર્મ, મુરલીધર ફરસાણ માર્ટ, રઘુવંશી ફરસાણ પેટીસ, પારસ સ્વીટ માર્ટ પેટીસ, સદગુરુ સ્વીટ માર્ટ નમકીન અને ઠક્કર ફરસાણ સ્વીટ માર્ટ ખાતે પણ સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. 44 જેટલી નાસ્તા અને ખાદ્ય પદાર્થોની પેઢીઓ પર તપાસ આ ઉપરાંત પેડક રોડ પર જલારામ ફરસાણ, 150 ફૂટ રિંગ રોડ પર કિડવાઈ નગર પાસે જૈન સ્વીટ નમકીન, નીલકંઠ ડેરીફાર્મ, શ્રી બાલાજી ડેરીફાર્મ તેમજ સંતકબીર રોડ પર જલગંગા ચોકમાં આવેલ શ્રી ખોડીયાર છોલે ભટુરે, જય ગાત્રાળ પૌવા, મહાકાળી ગાંઠીયા, ઉમિયા માતા ઇડલી સંભાર, જય દ્વારકાધીશ નાસ્તા ગૃહ, નીર કોલ્ડ્રિંક્સ, શિવશંકર દાળ પકવાન, ભગત દાળ પકવાન અને જય શક્તિમાં દાળ પકવાનમાં પણ તપાસ કરાઈ હતી. હેમુ ગઢવી હોલ પાછળ ચાલતા કરણ ભુંગળા બટેટા, બોમ્બે પાવભાજી, બાલાજી દાળ પકવાન, બાલાજી ભૂંગળા બટેટા, કચ્છી દાબેલી, આશાપુરા દાળ પકવાન સહિત શહેરની 44 જેટલી નાસ્તા અને ખાદ્ય પદાર્થોની પેઢીઓ પર સ્થળ તપાસ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અપહરણ કેસમાં આરોપી ઝડપાયો:કડીમાં 11 માસ અગાઉ સગીરાનું અપહરણ કરી 21 વર્ષીય દેવભૂમિ દ્વારકામાં છૂપાયો હતો
    Next Article
    ब्रिक्स का आग़ाज़, दिल्ली में ईरान के पेज़ेश्कियान, जिनपिंग-पुतिन भी होंगे शामिल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment