Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાંસલપુર સબસ્ટેશનમાં મંગળવારે 8 કલાક વીજ પુરવઠો બંધ:જેટકો દ્વારા 66 KV લાઈનના સમારકામ માટે શટડાઉન કરાશે; જ્યોતિગ્રામ, ખેતીવાડી અને ઉદ્યોગો પ્રભાવિત થશે

    6 days ago

    હિંમતનગરના હાંસલપુર સબસ્ટેશન હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં મંગળવાર, 26 મેના રોજ વીજ પુરવઠો બંધ રહેશે. જેટકો (GETCO) દ્વારા 66 KV વીજ લાઈનના તાકીદના સમારકામ માટે આ શટડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે સવારે 7:00 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધી, એમ કુલ 8 કલાક માટે વીજળી ગુલ રહેશે. પ્રભાવિત થનારા વિસ્તારો સબસ્ટેશનના સમારકામના કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે: ગ્રામ્ય અને રહેણાંક વિસ્તારો: વીરપુર, વક્તાપુર, લોલાસણ, સવગઢ, માલીવાડ, માલીવાડ ગામ અને હુસેનાબાદ. શહેરી અને ચોક્કસ વિસ્તારો: ઝહીરાબાદના સર્વે નંબર 108 અને 109 વાળો વિસ્તાર, પતરાવારી મસ્જિદ, મૌલાના આઝાદ વિસ્તાર, ચિસ્તીયાનગર અને દરિયાઈ પાર્ક. પેટા વિભાગીય વિસ્તારો: મહેતાપુરા પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળ આવતો ધાણધાનો વિસ્તાર. ઔદ્યોગિક વિસ્તારો: ઈલોલ ચોકડીથી કેનાલ તરફ જતી ફેક્ટરીઓ. આ શટડાઉનને કારણે સામાન્ય ઘરગથ્થુ વપરાશ ઉપરાંત જ્યોતિગ્રામ યોજના, ખેતીવાડી (કૃષિ) અને તમામ ઔદ્યોગિક એકમોનો વીજ પુરવઠો પણ સંપૂર્ણપણે બંધ રહેશે. ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ દ્વારા 5 થી 21 જૂન સુધી જનલક્ષી કાર્યક્રમોનું આયોજન:ગોધરામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ, પ્રદેશ નેતાઓએ માર્ગદર્શન આપ્યું
    Next Article
    India Holds Crude Oil Reserves For 78 Days: Sources

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment