Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં જુગાર રમતા 8 શખસો ઝડપાયા:રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, રૂ. 60,500નો મુદ્દામાલ જપ્ત

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં દુધરેજ નર્મદા કેનાલ પાસે આવેલા એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં આઠ જુગારીઓને કુલ રૂ. 60,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રૂ. 30,500 રોકડા અને રૂ. 30,000ની કિંમતના છ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 60,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી સુરેન્દ્રનગર LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી જિલ્લામાં દારૂ અને જુગાર જેવી બદીઓ નાબૂદ કરવા માટે ખાસ એક્શન પ્લાન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજાને આ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ.રાયમાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવીને પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓમાં રમજાન મહેબુબ રફાઈ, મહેબુબ રહેમાન કટિયા, દાઉદ ગુલાબા જામ, આદીલ યુનુસ ખલીફા, સુલેમાન હનીફ મોવર, સલીમ ઇકબાલ મનસુરી, રીયાઝ રજાક ચૌહાણ અને અસલમ ઇકબાલ મનસુરીનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાયો:પ્રેમીએ યુવતીને મોતને ઘાટ ઉતારી, આરોપીના પરિવારને મૃતકનો આભાસ થતા તાંત્રિક વિધિ કરાવી; પોલીસ JCB લઈ લાશ શોધવા પહોંચી
    Next Article
    Petition against Amit Shah in Calcutta High Court over ‘threatening’ speech during Bengal election campaign

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment