Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાયો:પ્રેમીએ યુવતીને મોતને ઘાટ ઉતારી, આરોપીના પરિવારને મૃતકનો આભાસ થતા તાંત્રિક વિધિ કરાવી; પોલીસ JCB લઈ લાશ શોધવા પહોંચી

    13 hours ago

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વર્ષ 1992માં થયેલી એક સનસનાટીભરી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. વટવા વિસ્તારના કુતુબનગરમાં શમશુદ્દીન નામના શખ્સે તેની ગર્લફ્રેન્ડ શબનમની હત્યા કરી તેના મૃતદેહને ઘરમાં આવેલા કુવામાં દાટી દીધો હોવાની વિગતો સામે આવતા, પોલીસ દ્વારા જેસીબી (JCB) મશીનની મદદથી અવશેષો શોધવા માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. પ્રેમ પ્રકરણ અને લગ્નેત્તર સંબંધોની શંકાએ હત્યા આ કેસની વિગતો મુજબ, ફરઝાના ઉર્ફે શબનમ નામની યુવતીની અંદાજે 35 વર્ષ પહેલાં નિર્મમ હત્યા કરવામાં આવી હતી. મુખ્ય આરોપી શમસુદ્દીન (જેનું હાલ મૃત્યું થયું હોવાની શંકા છે)એ તેની ગર્લફ્રેન્ડ શબનમની હત્યા કરી હતી. પ્રેમ પ્રકરણ અને લગ્નેત્તર સંબંધોને કારણે આ ગુનો આચરવામાં આવ્યો હોવાનું મનાય છે. ડરમાંથી મુક્તિ મેળવવા પરિવાર તાંત્રિક વિધિઓના સહારે આ વર્ષો જૂનો ગુનો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આરોપીના પરિવારજનોને મૃતકનો વારંવાર આભાસ થવા લાગ્યો હતો. આ ડરમાંથી મુક્તિ મેળવવા પરિવાર તાંત્રિક વિધિઓનો સહારો લઈ રહ્યો હતો, જે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એ.પી. જેબલિયાને આ ઘટનાની ગુપ્ત બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. ઓપરેશન અને સર્ચ કામગીરી ક્રાઈમ બ્રાન્ચની ટીમ જેસીબી મશીન સાથે કુતુબનગર પહોંચી હતી અને શંકાસ્પદ જગ્યાએ ખોદકામ શરૂ કરાવ્યું હતું. જો ખોદકામ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને મહિલાના કેટલાક અવશેષ મળી આવ્યા છે જેને હાલ એફએસએલ (FSL) માં તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ આ કેસ સાથે સંકળાયેલા સહ-આરોપીઓ અને સંભવિત પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી રહી છે. FSL રિપોર્ટ બાદ પોલીસ સત્તાવાર રીતે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ તેજ બનાવશે. અત્યાર સુધી 3 થી 4 મકાન માલિક બદલાઈ ગયા: સ્થાનિક સ્થાનિક સાજીદ શેખે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી પોલીસ તપાસ કરવા આવી રહી છે. જે મકાનમાં બનાવ બન્યો તે મકાન ઘણા સમયથી બંધ પડી રહ્યું છે. અત્યાર સુધી 3 થી 4 મકાન માલિક બદલાઈ ગયા છે. અમે પોલીસને પુરો સહકાર આપવા તૈયાર છીએ.
    Click here to Read More
    Previous Article
    ઉત્તરવહીમાં ₹100ની નોટ મૂકી લખ્યું-'પ્લીઝ પાસ કરી દેજો':કોઈએ પ્લાઝોમાં તો કોઈએ સ્કાફમાં બુક ઉતારી, VNSGUની પરીક્ષામાં ચોરીના અજબ-ગજબ નુસખા
    Next Article
    સુરેન્દ્રનગરમાં જુગાર રમતા 8 શખસો ઝડપાયા:રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, રૂ. 60,500નો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment