Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાને 8 રન બનાવવામાં 6 વિકેટ ગુમાવી:શ્રી ચારણીએ બે ઓવરમાં ત્રણ PAK બેટર્સને પેવેલિયન ભેગી કરી; સ્કોર 35/6

    1 day ago

    દુબઈમાં શનિવારે વુમન્સ એશિયા કપમાં પાકિસ્તાને ભારત સામે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી. પાકિસ્તાનનો સ્કોર 35/6 છે. ઈમાન ફાતિમા ક્રિઝ પર છે. શ્રી ચરણીએ આયેશા ઝફર (2 રન)ને કેપ્ટન હરમનપ્રીત કૌરના હાથે કેચ કરાવી. તેણે પાવરપ્લેની છેલ્લી ઓવરમાં ગુલ ફિરોઝા (0) અને શવાલ ઝુલ્ફિકાર (14 રન)ને આઉટ કરી. આ પહેલાં શેફાલી વર્માએ મુનીબા અલી (13 રન)ને બોલ્ડ કરી હતી. બન્ને ટીમની કેપ્ટન્સે હાથ મિલાવ્યો નહીં ટૉસ વખતે ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ફરી એકવાર પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ ન મિલાવ્યો. ભારતીય કેપ્ટને 14 જૂને રમાયેલી વુમન્સ T-20 વર્લ્ડ કપની મેચમાં પણ પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવ્યો ન હતો. 22 એપ્રિલ 2025ના પહેલગામ આતંકી હુમલા પછી ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચે હેન્ડશેક ન કરવાની નીતિ જોવા મળી રહી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાલી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, નંદની શર્મા, શ્રી ચારણી અને ક્રાંતિ ગૌડ. પાકિસ્તાન (PAK): મુનીબા અલી (વિકેટકીપર), શવાલ ઝુલ્ફીકાર, ગુલ ફિરોઝા, આયેશા ઝફર, સદફ શમાસ, ફાતિમા સના (કેપ્ટન), ઉમ્મ-એ-હાની, ઈમાન ફાતિમા, તુબા હસન, નશરા સંધુ અને સાદિયા ઈકબાલ.
    Click here to Read More
    Previous Article
    कब्ज और गैस की समस्या का रामबाण उपाय है सुबह खाली पेट इस ड्रिंक का सेवन
    Next Article
    PM મોદી બોલ્યા- શ્રીરામ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ Gen-Z ભાષામાં OG:મને દેશના યુવાનો પર વિશ્વાસ છે, આપણે 140 કરોડ ભારતીયો મળીને વિકસિત ભારતને શક્ય બનાવીશું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment