Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 કર્મચારી સસ્પેન્ડ થયા છતાં લાજપોર જેલમાં ગેરકાયદે પ્રવૃત્તિ જારી:સર્ચ દરમિયાન વધુ 6 મોબાઇલ અને ચાર્જર મળ્યા્ં, અગાઉ અમદાવાદ DG સ્ક્વોડે 11 મોબાઇલ પકડ્યા હતા

    1 day ago

    સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. અમદાવાદની ટીમ દ્વારા દરોડો પાડી સુરક્ષાની પોલ ખોલ્યા બાદ સ્થાનિક જેલતંત્રે સતર્કતા દાખવી છે. જેલરે વિવિધ યાર્ડ અને બેરેકોમાં અચાનક સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન બેરેકમાંથી વધુ 6 મોબાઇલ ફોન, 3 ચાર્જર, 4 બેટરી અને 1 ડેટા કેબલ મળી આવ્યા હતા. આ મામલે જેલ પ્રશાસને સચિન પોલીસ મથકે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધાવી છે. અગાઉ અમદાવાદ DG સ્ક્વોડે દરોડો પાડીને 11 મોબાઇલ પકડ્યા હતા આ નવી ઘટના પહેલાં અમદાવાદ સ્થિત જેલ DGની ખાસ સ્ક્વોડે લાજપોર જેલમાં ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. તે સમયે સ્ક્વોડે 11 મોબાઇલ અને સિમકાર્ડ જપ્ત કરીને જેલની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલ્લી પાડી દીધી હતી. જેલમાં કેદીઓને સુવિધા સભર માહોલ પૂરું પાડવામાં આવતું હોવાની વિગતો તપાસ દરમિયાન બહાર આવી હતી. અધિકારીઓની રહેમનજર હેઠળ જેલની અંદર ગેરકાયદે સામગ્રી પહોંચતી હોવાનો મોટો ખુલાસો રાજ્ય કક્ષાએ થયો હતો. કડક કાર્યવાહી હેઠળ 8 કર્મચારી સસ્પેન્ડ અને જેલરની બદલી કરાઈ હતી અગાઉના દરોડા બાદ રાજ્યના DGPએ કડક વલણ અપનાવીને સુબેદાર, હવાલદાર અને સિપાઈ મળી કુલ 8 કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા હતા. જેલરની પણ શિક્ષાત્મક બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત જેલમાં ગેરકાયદે કારોબાર ચલાવવામાં મદદ કરતા 4 મુખ્ય કેદીઓને વડોદરા અને રાજકોટ જેલમાં મોકલી દેવાયા હતા. આટલી મોટી શિક્ષાત્મક કાર્યવાહી પછી પણ જેલમાં મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ મળવાનું બંધ થયું નથી. નાના કર્મચારીઓ પર પગલાં લેવાયા પણ અંદર ગેરકાયદે સાધનો મળવાનું ચાલુ જેલ વર્તુળોમાં એવી વિગતો ચર્ચામાં છે કે કડક પગલાં દરમિયાન પાયાના નાના કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. પડદા પાછળના મુખ્ય કસૂરવારો સામે હજુ સુધી કોઈ મોટી કાર્યવાહી થઈ શકી નથી. આ આંતરિક વિવાદો વચ્ચે પણ જેલની અંદર પ્રતિબંધિત ચીજવસ્તુઓની હેરાફેરી ચાલુ રહી છે. શુક્રવારે હાથ ધરાયેલી તપાસમાં ફરી એકવાર ગેરકાયદે સામગ્રીનો જથ્થો પકડાતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ અને તપાસ શરૂ કરાઈ લાજપોર જેલમાંથી વારંવાર મોબાઇલ, બેટરી અને ચાર્જર જેવા પ્રતિબંધિત સાધનો મળી આવવાના મામલે સચિન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સાધનો જેલની ઊંચી દીવાલોની અંદર કોણ અને કેવી રીતે પહોંચાડે છે તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે. જેલની બહારના કયા નેટવર્ક દ્વારા કેદીઓ સુધી આ ગેજેટ્સ પહોંચાડવામાં આવતા હતા તેની કડીઓ મેળવવા માટે પોલીસ અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં નવરાત્રિનો પ્રારંભ, ઘટસ્થાપના સાથે ગરબા શરૂ:પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓ ગુર્જરવાડા સહિત અનેક જગ્યાએ ગરબે ઘૂમ્યા
    Next Article
    'Concerning': India As 2 Indians Go Missing After Attack On Tanker Near Hormuz

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment