Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થેલેસેમિયા પીડિત બાળકોની વહારે ભેસ્તાન પોલીસ:દત્તક લીધેલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ, 8 બ્લડ બેંકો જોડાઈ, 500 યુનિટ રક્ત એકત્ર

    1 day ago

    સુરત શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં પણ અગ્રેસર રહી છે. આ જ સેવાભાવનાના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા દત્તક લેવાયેલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોની જીવનરક્ષા કાજે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પરિવાર અને સ્થાનિક લોકોના સહયોગથી આયોજિત આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય નિયમિત રક્તની જરૂરિયાત ધરાવતા બાળકોને સમયસર સહાય પૂરી પાડવાનો હતો. 8 બ્લડ બેંકોનું સંકલન અને દાતાઓનો ઉત્સાહ આ રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે શહેરની નામાંકિત 8 બ્લડ બેંકોની ટીમો સાધનો અને તબીબી સ્ટાફ સાથે ઉપસ્થિત રહી હતી. કેમ્પ દરમિયાન પોલીસકર્મીઓ ઉપરાંત સ્થાનિક જાગૃત નાગરિકો, યુવાનો અને સામાજિક અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ વ્યવસ્થિત આયોજનને પરિણામે દિવસ દરમિયાન આશરે 500 યુનિટ જેટલું મબલક રક્ત એકત્ર કરવામાં સફળતા મળી હતી. પીડિત બાળકો માટે સંજીવની સમાન પહેલ થેલેસેમિયાથી પીડાતા નિર્દોષ બાળકોને દર થોડા અઠવાડિયે રક્ત ચડાવવું અનિવાર્ય બને છે ત્યારે બ્લડ બેંકોમાં રક્તની અછત ન સર્જાય તે હેતુથી લેવાયેલો આ નિર્ણય સંજીવની સમાન સાબિત થશે. ભેસ્તાન પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ પ્રશંસનીય પહેલથી પોલીસ તંત્રનો સંવેદનશીલ અને સેવાભાવી ચહેરો પ્રજા સમક્ષ વધુ ઉજાગર થયો છે, જે સમાજના અન્ય વર્ગો માટે પણ પ્રેરણારૂપ બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    8 મુસ્લિમ દેશોએ ઇઝરાયલી મંત્રીઓની નિંદા કરી:ગાઝા ખાલી કરાવવાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું, કહ્યું- તેનાથી શાંતિને ખતરો
    Next Article
    મહીસાગર SOG ટીમે ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપાયો:પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 7 મહિનાથી નાસતો ફરતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment