Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિયમ બન્યાનાં 8 વર્ષે પણ સ્થિતિ ઠેરની ઠેર:રોજ 50 લિટર તેલ વાપરતા ખાદ્ય ઉત્પાદકોએ બળેલું તેલ એજન્સીને આપવું ફરજિયાત, પાલન માત્ર 2 ટકા

    2 days ago

    કોઇ પણ શહેરમાં મોટા ખાદ્ય ઉત્પાદકો દ્વારા પ્રતિદિન 50 લિટર કરતાં વધારે તેલનો ઉપયોગ કરવામાં ‌આ‌વે છે. 3 વખત ઉપયોગ થયા બાદ જે તેલની ટીપીસી (ટોટલ પોલર કંપાઉન્ડ) 25થી ઉપર પહોંચે છે, જેને ફરજિયાત રીતે નિકાલ કરી દેવાનું કેન્દ્ર સરકારે ઠરાવ્યું છે. જોકે આ નિયમનું પાલન ખૂબ જ જૂજ માત્રામાં કેટલાક મોટા ઉદ્યોગો પૂરતું જ સીમિત રહ્યું છે. જ્યારે મહત્તમ ખાદ્ય ઉત્પાદકો દ્વારા તેનું પાલન કરાતુ નથી. 1 જુલાઈ 2018માં આ નોટિફિકેશન બહાર પડાયાનાં 8 વર્ષે પણ સ્થિતિ ઠેરની ઠેર છે. ગુજરાતમાં આ કૂકિંગ ઓઇલ ખરીદવા માટે 56 જેટલી એજન્સીઓને લાઇસન્સ અપાયાં છે. પરિપત્રનાં 8 વર્ષ પછી પણ માત્ર 2થી 3 ટકા ખાદ્ય ઉદ્યોગ એકમો જ તેલ પરત કરે છે. શહેરના મોટા ઉત્પાદકો બિકાનેરવાલા, રાયપુર ભજિયા હાઉસ, ગણેશ ગૃહ ઉદ્યોગ, આસ્ટોડિયા ભજિયા હાઉસ સહિતના કેટલાક મોટા ઉત્પાદકો ઉપયોગ થયેલું તેલ એજન્સીને આપતા હોવાનું મ્યુનિ.નાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. કેટલું બળેલું તેલ કોને આપ્યું તે હિસાબ પણ રખાતો નથી ઉત્પાદકોએ ટીપીસી મશીન રાખી ઉપયોગ કરેલા તેલની ગુણવત્તા, કેટલું વાપર્યું, કેટલું નિકાલ માટે રાખ્યું તેનો હિસાબ આપવાનો હતો. કઇ એજન્સીને ખરાબ તેલ આપ્યું તેનો હિસાબ લખેલો ચોપડો પણ મેન્ટેન ન થતાની ફરિયાદો ઊઠી છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસને ભીમ અગિયારસ ફળી:જિલ્લામાં જુગટુ ખેલતાં 258 બાજીગરો ઝડપાયા, 10 નાસી છૂટ્યા, પોલીસે કુલ રૂ.6,92,630ની રોકડ રકમ કબ્જે કરી
    Next Article
    How a niche technology became a choke point for AI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment