Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસને ભીમ અગિયારસ ફળી:જિલ્લામાં જુગટુ ખેલતાં 258 બાજીગરો ઝડપાયા, 10 નાસી છૂટ્યા, પોલીસે કુલ રૂ.6,92,630ની રોકડ રકમ કબ્જે કરી

    2 days ago

    ભીમ અગિયારસ પર્વને લઈને જુગારના શોખીનો દ્વારા પૈસા-પાનાં વડે હાર જીતનો જુગાર રમતાં શખ્સોને પોલીસે ઝડપી લઈ લોકઅપ હવાલે કર્યાં હતાં, જેમાં જિલ્લાના અલગ-અલગ ગામો અને શહેરમાંથી કુલ 39 કેસો કરી જુગાર રમતા 3 મહિલા સહિત 258 જેટલા શોખીન ઈસમો ને પોલીસની ઝપટે ચડી ગયા છે, જ્યારે 10 શખ્સો નાસી છૂટ્યા હતા, આ જુગારીઓ પાસેથી કુલ રૂપિયા 6,92,630 ના મુદ્દામાલ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, ભાવનગર પોલીસ તા.24 થી 27 દરમ્યાન જુદાં જુદાં પોલીસ મથકે માં કરેલા કેસોઓમાં શહેર અને જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનઓ ના વરતેજ, પાલીતાણા ટાઉન, પાલીતાણા રૂલર તથા તળાજા, સિહોર, સોનગઠ, ઉમરાળા, વલ્લભીપુર તથા વેળાવદર ભાલ પોલીસ મથકના જુદા-જુદા ગામોમાંથી કુલ 39 જેટલા કેસો કરી ને જુગાર ની બાજુ માંડી બેઠેલા કુલ 258 શખ્સો ને ઝડપી લીધા હતા, ઝડપાયેલા શખ્સો પાસેથી કુલ રૂપિયા 6,92,630 ની રોકડ રકમ કબજે કરી હતી, રૂવાપરી રોડ મહાકાળી ચોક વસાહતનગર પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેર ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 3 મહિલા સહિત 4 શખ્સોને રૂ.2000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ​ઝડપાયેલા શખ્સોઓમા મયુર વિનોદભાઈ મકવાણા, લક્ષ્મીબેન સાગરભાઇ ચૌહાણ, જીવુબેન બાબુભાઈ જેઠવા તથા જીયાબેન હિંમતભાઈ મેર 3 મહિલા સહિત 4 શખ્સોને ઝડપી લીધા હતા. આમ પોલીસને ભીમ અગિયારસ ફળી હતી, ઝડપાયેલા તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા-12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    રોહિત શેટ્ટીને ફરી ધમકી મળી, ₹20 કરોડની ખંડણીની માંગ:લોરેન્સ ગેંગનો કથિત ઓડિયો મળ્યો; 4 મહિના પહેલાં ડિરેક્ટરના ઘરની બહાર ફાયરિંગ થયું હતું
    Next Article
    નિયમ બન્યાનાં 8 વર્ષે પણ સ્થિતિ ઠેરની ઠેર:રોજ 50 લિટર તેલ વાપરતા ખાદ્ય ઉત્પાદકોએ બળેલું તેલ એજન્સીને આપવું ફરજિયાત, પાલન માત્ર 2 ટકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment