Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું:5 T20ની સિરીઝમાં 2-1 થી લીડ મેળવી, ટોમ લાથમે ફિફ્ટી ફટકારી

    6 days ago

    ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝની ત્રીજી મેચ 8 વિકેટે જીતી લીધી છે. આ સાથે ટીમે 5 મેચની સિરીઝમાં 2-1ની લીડ પણ મેળવી લીધી છે. ચોથી મેચ 22 માર્ચે વેલિંગ્ટનમાં રમાશે. ઓકલેન્ડના ઈડન પાર્ક સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 136 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડે 16.2 ઓવરમાં બે વિકેટે 137 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો. ટોમ લાથમ 63 રન બનાવીને અણનમ રહ્યા. જ્યારે, લોકી ફર્ગ્યુસને પોતાની 4 ઓવરમાં 9 રન આપીને એક વિકેટ લીધી. તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કર્યો. સાઉથ આફ્રિકાએ પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવી ટૉસ હારીને બેટિંગ કરી રહેલા સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી. ટીમે પાવરપ્લેની 6 ઓવરમાં 41 રન બનાવવામાં ટોપ-3 બેટર્સની વિકેટ ગુમાવી દીધી હતી. ટોની ડી જ્યોર્જી 15, વિયાન મુલ્ડર ઝીરો અને કોનર એસ્ટરહુઇઝને 15 રન બનાવ્યા. કોઈ બેટર ફિફ્ટી લગાવી શક્યો નહીં શરૂઆતની 6 ઓવરમાં ખરાબ શરૂઆત બાદ સાઉથ આફ્રિકાની ટીમ નિયમિત અંતરાલમાં વિકેટ ગુમાવતી રહી. ટીમનો કોઈ પણ બેટર ફિફ્ટી લગાવી શક્યો નહીં. એટલું જ નહીં, એક પણ બેટર 30 રનનો આંકડો પાર કરી શક્યો નહીં. આફ્રિકા તરફથી 10મા નંબરના બેટર નકોબાની મોકોએનાએ સૌથી વધુ 26 રન બનાવ્યા. કાઇલ જેમિસન, મિચેલ સેન્ટનર અને બેન સીયર્સે 2-2 વિકેટ ઝડપી. લોકી ફર્ગ્યુસન, કોલ મેકોન્ચી અને જિમી નીશમને એક-એક વિકેટ મળી. કિવી ઓપનર્સની ફિફ્ટી પાર્ટનરશિપ 137 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી ન્યૂઝીલેન્ડના ઓપનર્સે ટીમને મજબૂત શરૂઆત અપાવી. ડેવોન કોનવે અને ટોમ લાથમની જોડીએ પ્રથમ વિકેટ માટે 66 બોલમાં 96 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. અહીં કોનવે 39 રન બનાવીને આઉટ થયો. તેને કેશવ મહારાજે કેચ આઉટ કરાવ્યો. ટોમ લાથમની ફિફ્ટી, મેચ જીતાડીને પરત ફર્યો કોન્વે આઉટ થયા બાદ ટોમ લાથમે ટિમ રોબિન્સન (17 રન) સાથે ઇનિંગ્સને આગળ વધારી. પરંતુ રોબિન્સનને 17મી ઓવરના પહેલા બોલ પર લુથો સિપામલાએ LBW આઉટ કર્યો. જોકે, ત્યારે ટીમે સ્કોર લેવલ કરી લીધો હતો. સિપામલાના બીજા બોલ પર નિક કેલીએ એક રન લીધો અને ટીમને 8 વિકેટે જીત અપાવી. ટોમ લેથમ 55 બોલમાં 63 રન બનાવીને અણનમ પરત ફર્યો.
    Click here to Read More
    Previous Article
    Explained: US approves sanctions relief for Iran oil amidst its war with Tehran
    Next Article
    રણવીર સિંહે 'રહેમાન ડકૈત'ની એન્ટ્રી કોપી કરી!:મુંબઈમાં થઈ 'ધુરંધર 2'ની સક્સેસ પાર્ટી; ફિલ્મની સ્ટાર કાસ્ટનો જલસો સોશિયલ મીડિયા પર વાઈરલ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment