Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં એક જ દિવસમાં તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો:44.1 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર, 10 શહેરોનું તાપમાન 42 ડિગ્રીથી વધુ નોંધાયું

    20 hours ago

    ગુજરાતમાં આગઝરતી ગરમી પડી રહી છે. હવામાન વિભાગે હજી પણ આગામી બે દિવસ હીટવેવની આગાહી કરી છે. આજે રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 44.1 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું. જ્યારે સુરતમાં આજે ગઈકાલની સરખામણીએ તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. રાજ્યમાં 44.1 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું અમદાવાદમાં છેલ્લા બે ત્રણ દિવસથી અગનગોળા વરસી રહ્યા છે. લોકોને દિવસની સાથે સાથે રાત્રે પણ ગરમીથી રાહત નથી મળી રહી. આજે રાજ્યમાં સૌથી વધુ 44.1 ડિગ્રી તાપમાન અમદાવાદનું રહ્યું. અમદાવાદ સિવાય અન્ય 9 શહેરોનું તાપમાન પણ 42 ડિગ્રીને પાર પહોંચી જતા લોકોઅકળાયા હતા. અંદમાનમાં વહેલું ચોમાસું બેસવાની શક્યતા હવામાન વિભાગ તરફથી ચોમાસા અને ગરમીને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, અનુકૂળ પરિબળોના કારણે આ વર્ષે અંદમાનમાં 16 મે આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે. સામાન્ય રીતે અંદમાનમાં ચોમાસું 18 મેના રોજ બેસતું હોય છે, પરંતુ આ વખતે તે થોડું વહેલું પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ તે આગળ વધીને કેરળ તરફ ગતિ કરે છે. કેરળમાં 1 જૂને ચોમાસુ બેસ છે. તો ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસુ બેસે છે. ગુજરાતમાં હજુ બે દિવસ હીટવેવ બીજી તરફ ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાતા આગામી બે દિવસ રાજ્યમાં હીટવેવ જેવી પરિસ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી બે દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 41થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જોકે આગામી 48 કલાક બાદ પવનની દિશામાં ફેરફાર થવાની શક્યતા છે, જેના કારણે તાપમાનમાં ધીમે ધીમે 2થી 4 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઈ શકે છે. પવનની સ્થિતિની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20 નોટ્સની ગતિએ પવન ફૂંકાશે, જેની ઝડપ 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે. આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 19 મે, 2026 (સવારના 08:30 વાગ્યા સુધી) સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2-4°Cનો ઘટાડો થવાની સંભાવના છે. આગામી 3 દિવસ દરમિયાન તાપમાન 41-45°Cની વચ્ચે રહી શકે છે.
    Click here to Read More
    Previous Article
    દીકરાના બાપાને ટીંગાડી દીધો...:ઓડિયો વાઇરલ થયા પછી જૂનાગઢના રાજુ સોલંકી પર હત્યાનો આરોપ, દીકરીને ભગાડી જનાર લઘુમતી યુવકના પિતાને ઝાડ પર લટકાવી દીધાની વાત
    Next Article
    SMVSના સંતોએ આફ્રિકા, દુબઈના વિચરણ રદ કર્યા:હરિભક્તોએ દેશહિતમાં એક મહિનો તળેલું જમવાનું ટાળવા, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો સંકલ્પ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment