Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈથી આવતી ટ્રાવેલ્સ બસમાંથી દારુ ઝડપાયો:8 પાર્સલમાંથી 432 દારૂની બોટલ મળી આવી, જાફરાબાદના ટીંબી ગામે પહોંચાડવાનો હતો

    22 hours ago

    ભાવનગર પેરોલફર્લો સ્કવોડે બાતમીના આધારે સીદસર ચોકડી પાસે ટ્રાવેલ્સ બસ રોકી તપાસ કરતા પાછળની ડીકીમાંથી પ્લાસ્ટિકમાં વીંટાળેલા 8 પાર્સલમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રૂપિયા 63 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ બસના બે ડ્રાઈવર અને ક્લીનરની પૂછપરછ હાથ ધરી હતી. તપાસમાં દારૂનો જથ્થો મુંબઈ કાશમીરા ખાતેથી ઇનોવા કાર મારફતે મોકલાયો હોવાનું અને જાફરાબાદના ટીંબી ગામે પહોંચાડવાનો હોવાનું સામે આવતા પેરોલફ્લો સ્કોવડે વરતેજ પોલીસ મથકમાં દારૂ સપ્લાય કરનાર અને મંગાવનાર શખ્સો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી આ બનાવ અંગે વરતેજ પોલીસ મથેકથી મળતી વિગતો અનુસાર, ભાવનગર એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડે વહેલી સવારે પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, બસ નંબર AR-11-F-4545 ની પાછળની ડીકીમાં દારૂના પાર્સલ ભરી નારી ચોકડીથી તળાજા તરફ લઈ જવાઈ રહ્યા છે. જેના આધારે પોલીસ ટીમે સીદસર ચોકડી નજીક જાહેર રોડ ઉપર વોચ ગોઠવી હતી.જ્યાં સવારે અંદાજે 4:30 વાગ્યે બાતમીવાળી બસ આવતા તેને અટકાવી તપાસ હાથ ધરતા બસમાં બેઠેલા ડ્રાઈવર જયરાજ ઘૌહાભાઈ બસીયા, બીજા ડ્રાઈવર ઇમરાન વજીરભાઈ પઠાણ અને ક્લીનર દિલુભાઈ વલકુભાઈ ભુકણને સાથે રાખી બસની પાછળની ડીકી ખોલાવી તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્લાસ્ટીકમાં વિટાળેલા પાર્સલ 8 બોક્સ મળી આવેલ જેની તલાશી લેતા અલગ અલગ કંપનીની ઇંગ્લિશ દારૂની 432 સીલપેક બોટલો મળી આવતા પોલીસે રૂપિયા 63,720 કિંમતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. મુંબઈથી દારૂનો જથ્થો બસમાં મૂકાયો હતો ઉક્ત મામલે પોલીસે બસના ડ્રાઇવર તેમજ ક્લીનરને દારૂના મુદામાલ અંગે પૂછપરછમાં જણાવેલ કે, આ ઇંગ્લીશ દારૂ ભરેલ પાસર્લો મુંબઇ, કાશમીરા ખાતે એક ઇનોવા કાર GJ-05-JK-6414 વાળો આપી ગયેલ અને આ પાર્સલો જાફરાબાદના ટીબી ગામે માણસ આવી લઇ જશે તેમ જણાવેલ હતું. પાર્સલોમાં શું ભરેલ હતું તે બાબતે અમોને કંઇ જાણ ન હતી. ઉક્ત બનાવના પગલે પેરોલફલો સ્કોવડે મુદામલ જપ્ત કરી દારૂનો જથ્થો મોકલનાર ઇનોવા કાર ચાલક તેમજ જાફરાબાદ ટીંબી ગામે દારૂનો જથ્થો મંગાવનાર બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મિડલ ઈસ્ટના યુદ્ધે સુરતના કાપડ ઉદ્યોગની કમર તોડી નાખી:60 દિવસમાં 3000 કરોડનું નુકસાન, અડધા એકમો ઠપ થતાં રાહત પેકેજની માંગ
    Next Article
    Iran V/s US War LIVE | ફરી વિશ્વ યુદ્ધ ચાલુ? ભારતમાં અસર શરૂ | Trump | Israel | India Impact | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment