Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એર ઇન્ડિયા એક્સપ્રેસના 8 ક્રૂ સસ્પેન્ડ, જેમાં 4 પાઇલટ સામેલ:2 કલાકમાં આલ્કોહોલ ટેસ્ટ ન કરાવ્યો; દુબઈ-અમૃતસર ફ્લાઇટનો મામલો

    6 hours ago

    એર ઈન્ડિયા એક્સપ્રેસે દુબઈ-અમૃતસર ફ્લાઇટના 8 ક્રૂ સભ્યોને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યા છે. તેમાં ચાર પાયલટનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી ફરજિયાત પોસ્ટ-ફ્લાઇટ બ્રેથ એનાલાઈઝર (આલ્કોહોલ) ટેસ્ટમાં થયેલા વિલંબને કારણે કરવામાં આવી છે. આ મામલો 2 ઑગસ્ટની દુબઈ-અમૃતસર ફ્લાઇટનો છે. અમૃતસરના શ્રી ગુરુ રામ દાસ જી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ બાદ ક્રૂએ 2 કલાકની અંદર બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ કરાવવાનો હતો. રિપોર્ટ અનુસાર, ક્રૂ પહેલા હોટેલ ગયો હતો અને બાદમાં એરપોર્ટ પરત ફરીને 2 કલાક 35 મિનિટ બાદ ટેસ્ટ કરાવ્યો હતો. તમામ 8 સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો, એટલે કે તેમના શરીરમાં આલ્કોહોલ મળ્યો નહોતો. તેમ છતાં નિર્ધારિત સમયમર્યાદામાં ટેસ્ટ ન કરાવવાને નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવ્યું. એરલાઈને આ મામલાની જાણકારી એવિએશન સેફ્ટી બોડી ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)ને આપી અને તમામ 8 સભ્યોને ડ્યૂટી પરથી હટાવી દીધા. એર ઈન્ડિયા તમામ પાયલટોની સ્ક્રીનિંગ કરશે આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે તાજેતરમાં એર ઈન્ડિયાના એક પાઇલટનો સાઇકોએક્ટિવ પદાર્થ માટેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના પાઇલટો માટે ડોપ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો. એર ઈન્ડિયા હવે પોતાના તમામ પાઇલટોની પ્રતિબંધિત પદાર્થો અને દવાઓ માટે વધારાની તપાસ પણ કરશે. આ સ્ક્રીનિંગ તાલીમ અને પોસ્ટ-ફ્લાઇટ તપાસ દરમિયાન કરવામાં આવશે. એર ઈન્ડિયા એક્સપ્રેસે પાઇલટો અને અન્ય કર્મચારીઓને સાઇકોએક્ટિવ પદાર્થોના ઉપયોગ અથવા તેના પરની નિર્ભરતાની માહિતી સ્વેચ્છાએ આપવા અપીલ કરી છે. એરલાઇન અનુસાર, આવી માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને જરૂરિયાત મુજબ મેડિકલ, HR અને ફ્લાઇટ સેફ્ટી અધિકારીઓ સાથે શેર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પેપર લીક રોકવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી, સુપ્રીમ કોર્ટ:જજ NTAની ઓફિસની મુલાકાત લેશે, એજન્સીએ કહ્યું હતું- પરીક્ષા સિસ્ટમ ફૂલપ્રૂફ બનાવાઈ
    Next Article
    સુરેન્દ્રનગરમાં મુસ્લિમ પરિવાર 8 વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવે છે:'રતનપર કા રાજા'નો પંડાલ, લકીનું મીર માતા-પિતાની પ્રેરણાથી ગણેશ મહોત્સવનું આયોજન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment