Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન:હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, 8 ટર્મ અને 36 વર્ષ MLA પદે રહ્યા, ગુજરાત વિધાનસભા ફરી ખંડિત

    2 weeks ago

    વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન થયું છે. છેલ્લા કેટલાય સમયથી હૃદયરોગની બીમારીથી પીડાતા હતા. તેમને વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં બે દિવસ અગાઉ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આમ ફરી ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. આ પહેલાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું 6 માર્ચ, 2026ના રોજ અવસાન થતાં બેઠક ખાલી પડી હતી. જોકે પેટાચૂંટણી બાદ તેમના પુત્રની જીત થઈ હતી. યોગેશ પટેલ વડોદરાની જનતામાં અભૂતપૂર્વ લોકચાહના ધરાવતા હતા. તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતત 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો વિરલ રેકોર્ડ ધરાવે છે. તેમણે શરૂઆતમાં વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠક પરથી સતત ચૂંટણીઓ જીતીને ભાજપનો ગઢ મજબૂત કર્યો હતો. સીમાંકન બદલાયા બાદ તેઓ માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ત્યાં પણ જંગી મતોની સરસાઈથી વિજેતા બનતા રહ્યા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે આ બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો હતો. તેઓ ગુજરાતના વરિષ્ઠ ધારાસભ્ય તરીકે ઓળખાતા હતા. તેઓને લોકો કાકા ના હુલામણા નામે ઓળખતા હતા.રાજ્ય સરકારમાં પણ તેમણે મહત્વની જવાબદારીઓ સંભાળી છે. વિજય રૂપાણીની સરકારમાં તેઓ રાજ્ય કક્ષાના નર્મદા વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. મંત્રી તરીકે તેમણે વડોદરા અને મધ્ય ગુજરાતના વિકાસ કાર્યોને વેગ આપ્યો હતો. યોગેશ પટેલ માત્ર પક્ષના નેતા નથી, પરંતુ એક સાચા જનપ્રતિનિધિ તરીકે ઓળખાય છે. સામાન્ય નાગરિકો માટે તેઓ ચોવીસ કલાક ઉપલબ્ધ રહેતા નેતા છે. વડોદરાના સ્થાનિક પ્રશ્નો, રસ્તા, પાણી, અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ માટે તેઓ પોતાની જ સરકાર સામે પણ અવાજ ઉઠાવવામાં અચકાતા નથી. વડોદરાના હિત અને વિકાસના કામોમાં થતી વહીવટી શિથિલતા સામે તેઓ મુખ્યમંત્રી અને મંત્રીઓને પત્રો લખીને સચોટ રજૂઆતો કરવા માટે જાણીતા છે. તેમની આ નિડર શૈલીને કારણે જનતામાં તેમનો ભારે આદર છે. રાજકારણ ઉપરાંત વડોદરાની ઓળખ સમાન પરંપરાગત સાંસ્કૃતિક ઉત્સવો, ખાસ કરીને નવરાત્રી અને ગણેશોત્સવના આયોજનોમાં યોગેશ પટેલ વર્ષોથી સક્રિય ભૂમિકા ભજવતા આવ્યા છે. તેઓએ વડોદરામાં શિવજી કી સવારીને આગવી ઓળખ આપી છે. તેમની 8 ટર્મની લાંબી સંસદીય સફર અને જનતા સાથેનું સીધું જોડાણ તેમને વડોદરાના રાજકીય ઇતિહાસના સૌથી કદાવર અને આદરણીય નેતા બનાવે છે. તેઓના નિધનના પગલે રાજકારણીઓમાં પણ ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. મોંઘવારી સામે આંદોલનો કર્યાં 3 જૂન-1978નો દિવસ હતો. સવારે મહિલાઓ દૂધ કેન્દ્રો પર દૂધ લેવા માટે પહોંચી હતી. દૂધ ડેરી દ્વારા મનસ્વી રીતે 10 પૈસાનો વધારો કરી દીધો હતો. દૂધ કેન્દ્રોના સંચાલકો દ્વારા દૂધના ભાવમાં 10 પૈસાનો વધારો થયો છે. દૂધના ભાવમાં થયેલા વધારા મુજબ પૈસા માગ્યા હતા. મહિલાઓએ હોબાળો પણ મચાવ્યો હતો, પરંતુ મહિલાઓના હોબાળાથી કોઈ પરિણામ મળ્યું નહીં, આ અંગેની જાણ થતાં આંદોલન શરૂ કર્યું. અમદાવાદી પોળ સહિત વડોદરા શહેરમાં આવેલાં તમામ 235 દૂધ કેન્દ્રોની તોડફોડ, આગચંપી શરૂ થઈ. અમદાવાદી પોળનું દૂધ કેન્દ્ર સળગાવતાં હું સખત રીતે દાઝી ગયો હતો. મૂળ વ્યવસાય ફરાસખાનાનો તેમનો મૂળ વ્યવસાય ફરાસખાનાનો હતો. સાવલી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે સ્વામીજીની નિશ્રામાં દર સોમવારે અને દશેરાના દિવસે ભજન-કીર્તન થતું હતું. એમાં મારા ફરાસખાનાનો સામાન રહેતો હતો. 1990 પહેલાં દશેરાના દિવસે મારું ફરાસખાનાનું કામ ચાલતું હતું. એ સમયે સ્વામીજી કોટી અને ટોપી પહેરીને આવ્યા હતા અને પૂછ્યું કે નેતા જેવા લાગે છે ને ? થોડીવાર મજાક કરી ટોપી અને કોટી આપી દીધી હતી અને ચૂંટણી લડવા માટે જણાવ્યું હતું. ત્યારથી ચૂંટણી અથવા ચોક્કસ સમયે સ્વામીજીએ આપેલી કોટી પહેરતા હતા અને ખિસ્સામાં સ્વામીજીએ આપેલી ટોપી રાખતા હતા. ફી વધારા સામેના આંદોલનના દિલ્હીમાં પડઘા પડ્યા કોલેજકાળ દરમિયાન મોંઘવારી વિરુદ્ધ આંદોલનો કર્યા હતા, જેમાં દૂધના ભાવમાં થતો વધારો, તેલના ભાવમાં થતો ભાવવધારો જેવાં આંદોલન કર્યા હતા અને સ્થાનિક અને રાજ્યકક્ષાએ પોતાનું ધ્યાન ખેંચ્યું હતું. એ સમયે સ્કૂલોમાં ઉઘાડી લૂંટ ચલાવાતી હતી. આથી તેમણે વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ બનાવી હતી અને ઉગ્ર આંદોલન કર્યું હતું, જેના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા હતા. સરકારને ફી નિયમન અંગે કાયદો લાવવાની ફરજ પડી હતી. જનતા પાર્ટીની ટિકિટ પર પ્રથમ વખત જીત્યા વિદ્યાર્થી હિતરક્ષક સમિતિના નેજા હેઠળ આંદોલન કર્યા બાદ યોગેશ પટેલે વડોદરા વિકાસ મંચ જેવા વિવિધ પક્ષોની રચના કરી હતી. આ પક્ષોના નેજા હેઠળ વડોદરા કોર્પોરેશનની ત્રણ વખત ચૂંટણી લડ્યા હતા, પરંતુ ત્રણે વખત તેમનો પરાજય થયો હતો. દરમિયાન દેશના વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી હતા. ત્યારે વી.પી. સિંહ તેમનાથી છૂટા પડ્યા હતા અને જનતા પાર્ટી બનાવી હતી. એ પાર્ટીમાં જોડાયા હતા. 1990માં આવેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ રાવપુરા બેઠક પરથી પ્રથમ ચૂંટણી લડ્યા હતા અને જીતી આવ્યા હતા. મેનકા ગાંધી ભાઈ માનતા એ પૂર્વે સંજય ગાંધીના અવસાન બાદ ઇન્દિરા ગાંધી અને મેનકા ગાંધી વચ્ચે પારિવારિક ખટરાગ થયો હતો. એ સમયે યોગેશ પટેલ મેનકા ગાંધીને વડોદરા લઈ આવ્યા હતા અને તેમને હિંમત આપી હતી. જ્યારે મેનકા ગાંધી વડોદરા આવ્યા ત્યારે તેમનું યોગેશ પટેલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે એવું સ્વાગત આજદિન સુધી કોઈ નેતાનું થયું નથી. મેનકા ગાંધીનાં દુઃખના સમયે ઊભા રહેલા યોગેશ પટેલને મેનકા ગાંધી ભાઈ માનતા હતા. રક્ષાબંધનમાં રાખડી મોકલે છે. તો મેનકા ગાંધી પણ યોગેશ પટેલની જરૂર પડે ત્યારે પડખે ઊભાં રહ્યાં છે. 1995માં ભાજપામાં જોડાયા 1990માં જનતા પાર્ટીમાંથી યોગેશ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા બાદ 1995માં તેઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં આવ્યા બાદ યોગેશ પટેલની બે વખત ભાજપા નેતાગીરીએ તેમની ટિકિટ કાપવા માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ એ સમયે મેનકા ગાંધીએ ભાજપ મોવડીમાં રજૂઆત કરી ટિકિટ અપાવી હતી અને યોગેશ પટેલે દુઃખના સમયે કરેલી મદદનું ઋણ અદા કર્યું હતું. જ્યારથી તેઓ ભાજપમાં જોડાયા છે ત્યારથી તેઓ રાવપુરા બેઠક પરથી 5 વખત અને માંજલપુર બેઠક પર 2 ટર્મથી ચૂંટાઈ આવ્યા છે. આ વખતે તેઓ 8મી વખત ધારાસભ્ય બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 383 પોઈન્ટ વધીને 74,650 પર બંધ:નિફ્ટીમાં પણ 101 પોઈન્ટનો ઉછાળો રહ્યો, IT અને ઓટો શેર્સમાં વધુ ખરીદી
    Next Article
    સુરત મનપાના દાવાઓ 8 કલાકમાં ધોવાયા:સામાન્ય વરસાદી ઝાપટામાં ઉધનાનું ભીમનગર ગરનાળું પાણીમાં ગરકાવ, કરોડોના બજેટ સામે જનતામાં ઉગ્ર રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment